સચિન GIDC પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જૂની અદાવતના કારણે યુવક પર જીવલેણ હુમલો કરાયો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં પોલીસની કાર્યવાહી પર મૌન સેવાતું હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેટલાંક ઇસમોએ એક યુવક પર લાકડાં અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો છે. છતાં પણ કડક કાર્યવાહી કરવાના બદલે પોલીસે બંને પક્ષોને બોલાવી સમગ્ર મામલો રફેદફે કરી દીધો હોવાનો આરોપ લાગી રહ્યો છે.
આ મામલે ફરિયાદીએ જણાવ્યું છે કે તેની સાથે અન્યાય થયો છે અને હુમલાખોરો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી તેની માંગ છે. ફરિયાદી દ્વારા ન્યાયની માંગ ઉઠાવવામાં આવી છે.
હાલ તો જોવાનું રહેશે કે સચિન GIDC પોલીસ આ સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી કરે છે અને પીડિતને ન્યાય મળે છે કે નહીં.







