Home blog ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો ‘સાઈકો’ ઝડપાયો

ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો ‘સાઈકો’ ઝડપાયો

1
0

અડપલાં કરી બાઈક પર ભાગી જતો

મહિલા પોલીસકર્મીઓએ રિકન્સ્ટ્રકશન દરમિયાન આરોપીની સાન ઠેકાણે લાવી દીધી

સુરતના ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા હતા. એક અજાણ્યો બાઈકસવાર પૂરઝડપે આવી મહિલાઓની છેડતી કરી ફરાર થઈ જતો હતો. જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. આરોપી પહેલા રસ્તા પર એક-બે રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી કોઈ એકલી મહિલા કે યુવતી દેખાય, તેની પાછળ બાઈક ધીમી પાડી મહિલાના કમરના નીચેના ભાગે અડપલાં કરી પૂરપાટ ઝડપે નાસી છૂટતો હતો. આ સાયકિક વિકૃતિને કારણે વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું જ બંધ કરી દીધું હતું.

આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર માર્યો હતો આરોપી એટલો સાતીર હતો કે તેને પકડાઈ જવાનો ડર હતો. છેડતી સમયે જે બાઈક પર સવાર થઈને નીકળતો તે બાઈકની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો હતો. જેથી પોલીસ સીસીટીીવ તપાસે તો તેમાં નંબર વાંચી ન શકાય.

પકડાયેલા આરોપીનું નામ વિકાસકુમાર નિશાદ (20 વર્ષ) છે. તે મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે. તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાંની ગડી કરવાનું કામ કરતો હતો. દિવસભર સીધો-સાદો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો.

સૌથી રસપ્રદ અને હિંમતભર્યો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસ આરોપીને ‘ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન’ માટે ઘટનાસ્થળે લઈ ગઈ. પોલીસનો હેતુ આરોપીના મનમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પીડિત મહિલાઓમાં વિશ્વાસ જગાડવાનો હતો. ત્યાં હાજર એક મહિલા પોલીસકર્મીએ આરોપીનો કોલર પકડીને તેને જાહેરમાં ખખડાવ્યો હતો.આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર સ્થાનિક લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. આ પ્રકારની કડક ચેતવણી સમાજના એવા રોમિયો અને સાયકો તત્વો માટે એક કડક સંદેશ છે જે સ્ત્રીઓને નબળી સમજે છે. પીઆઈ એસ.એન. દેસાઈએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. અમે આવા વિકૃત માનસ ધરાવતા શખ્સો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું જેથી અન્ય કોઈ આવું સાહસ ન કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here