પૂર્વ ડીઈઓની બોગસ સહી અને બંધ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં કરી કરોડોના કૌભાંડની આશંકા.
ગોડાદરા,ડીંડોલી,વરાછા,ઉધના, લીંબાયત માં વાર્ષિક નિરીક્ષક દરમિયાન કૌભાંડ બહાર આવ્યું.
સુરત, સુરત ડીઇઓ કચેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું, જેમાં રેકોર્ડ સાથે ચેડાં કરી ને કરોડોના કૌભાંડની અધિકારીઓ/કર્મચારીઓ અને સ્કુલ ના સંચાલકોએ મળી ને કર્યા છે. કાર્યરત જ નહીં પણ બંધ ખાનગી સ્કૂલોની ફાઇલોનો દુરુપયોગ કરીને સ્કૂલોની માન્યતા માટે કરોડોની કમાણી કર્યાનો આક્ષેપ થયો છે. કૌભાંડમાં કચેરીના જ પાંચેક કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને ષડયંત્ર ચલાવી રહ્યા હતા. તેઓ પૂર્વ ડીઇઓની બોગસ સહી કરીને વહીવટી મંજૂરીના ઓર્ડર ઇશ્યુ કરતા હતા
21 શાળાની માન્યતા રદ કરવામાં આવી,80 જેટલી શાળાની કરવામાં આવી રહી તપાસ
વધુ 50 જેટલ શાળા ની માન્યતા રદ કરવા રીપોર્ટ તૈયાર કરાયો.
સ્કૂલો વર્ષોથી બંધ થઈ ગઈ હોય તેની ફાઇલોનો ઉપયોગ કરવામાં આવતો. આ બંધ સ્કૂલના જૂના રેકોર્ડમાં ફેરફાર કરીને તેની માન્યતા મોંઘા ભાવે નવા સંચાલકોને વેચાતી હતી. સ્કૂલ સંચાલકો સાથે ગેરકાયદેસર ફેરફારની ડીલ કરવામાં આવતી અને આ કામ પાર પાડવા માટે મસમોટી રકમ (લાંચ) નક્કી કરવામાં આવતી.કૌભાંડીઓએ અગાઉ ફરજ બજાવી ગયેલા જિલ્લા શિક્ષણાધિકારીઓ દીપક દરજી અને યુ.એન. રાઠોડની સહીઓનું રબર સ્ટેમ્પ અથવા ડિજિટલ સ્વરૂપ તૈયાર કર્યું હતા. જેથી તમામ રિપોર્ટ ઉપર કોઈ ને શંકાસ્પદ ન લગે થી જીલ્લા અધિકારી દ્વારા તપાસ કર્તા ડૉ ભગીરથસિંહ પરમાર (DEO, સુરત) દ્વારા કાયદેસર તપાસ કરવામાં આવી રહ્યા છે.







