ફરીયાદીએ પોતાની માલિકીની જમીનમાં કોમર્શીયલ વીજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો સાથે દ.ગુ.વીજ કંપની લિ. કઠોર સબ ડિવીઝનની કચેરી ખાતે અરજી કરેલી. જે વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૭૦,૦૦૦/- લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો.
આરોપી
(૧) સંતોષભાઇ ભગવાનભાઇ સોનવણે ઉ.વ.૪૮, હોદ્દો.સિનિયર ક્લાર્ક, વર્ગ-૩, કઠોર સબ ડિવીઝન, દ.ગુ.વીજ. કંપની, કઠોર, સુરત
(૨) ભરતભાઇ રમણીકભાઇ સાવલીયા, પ્રજાજન (લેબર કોન્ટ્રાક્ટર)







