સુરત સચિન GIDC નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. બરફની ફેક્ટરી પાસે ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયરની ઘટના બની હતી. આ ઘટનામાં બે યુવતીઓ, એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝી જતાં ઇજાગ્રસ્ત થયા છે.ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું. આગ લાગવાની આ ઘટના એટલી ઝડપી બની હતી કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો, જેના કારણે ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીમાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવના પગલે ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.






