બસ ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો.
બસ ડિવાઈડર સાથે અથડાતા ડિવાઈડર તૂટી ગઈ.
સુરતના સહારા દરવાજા નજીક રિંગરોડ પરના ફ્લાય ઓવર બ્રિજ પર BRTS બસ અકસ્માતનો ભોગ બની છે. બસ જ્યારે બ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી, ત્યારે ડ્રાઈવરે કોઈ કારણોસર કાબૂ ગુમાવતા બસ બ્રિજની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે રેલિંગનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. બસ રેલિંગ તોડીને બ્રિજ નીચે ખાબકતા ખાબકતા માંડ માંડ બચી હતી, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ હતી.





