નવસારી ખાણ-ખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશની ધરપકડ
Surat,એસીબી સુરતના આસિસ્ટન્ટ ડાયરેકટર આર. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ મિલકત તેમની કાયદેસરની કુલ આવક કરતાં 62.13% જેટલી વધુ છે, જેની રકમ 1,02,46,949 થાય છે. સરકાર તરફથી બી.ડી. રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી ACB પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે નવસારી ACB પોલીસ સ્ટેશનમાં મુજબ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)ઇ ગુનો નોંધાયો છે. ACB દ્વારા આક્ષેપિત સંદિપ મધુકર ખોપકરની 24 નવેમ્બરનાના રોજ ધરપકડ કરવામાં આવી છે.
આક્ષેપિત સંદિપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી (વર્ગ-2) તરીકે નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા. હાલમાં નિવૃત્ત છે અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં બી-71, આમ્રપાલી સોસાયટીમાં રહે છે. ACBની તપાસમાં જણાયું છે કે, સંદિપ ખોપકરે 1 જાન્યુઆરી, 2009થી 30 નવેમ્બર, 2018 સુધીના પોતાના રાજ્ય સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા અને તેનું રોકાણ સ્થાવર-જંગમ મિલકતોમાં કરી અપ્રમાણસર મિલકત વસાવી હતી.







