પોલીસે ઇશ્વર ગોસ્વામીની પણ ધરપકડ કરી.
નિકુંજ ગોસ્વામીએ તેના મિત્ર ઇશ્વરગિરી ગોસ્વામીને સોનલ પર ફાયરિંગ કરવા કહ્યું હતું.
સુરતના સચિન વિસ્તારમાં રહે છે. તેના પિતા સચિન વિસ્તારમાં આઇસ્ક્રીમની દુકાન ચલાવે છે, જેમાં ઇશ્વર તેમને મદદ કરે છે.
RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી ઘટનાસ્થળેથી માત્ર 5 KM દૂર હતો, પોલીસે બંનેની ધરપકડ કરી
Surat,આરોપી પતિ નિકુંજ ફાયરિંગની ઘટના બન્યા બાદ ફરાર હતો. પોલીસની સાત ટીમો તેની શોધખોળ કરી રહી હતી. આરોપીઓ પોતાના ફોન બંધ કરીને અલગ અલગ રાજ્યોમાં છૂપાઈ રહ્યા હતા. પોલીસના દબાણને કારણે આજે આરોપી નિકુંજ કામરેજની કઠોર કોર્ટમાં હાજર થયો હતો અને સરેન્ડર કરવા અરજી કરી હતી. જોકે, નિકુંજ સામે અગાઉ પત્ની સોનલે ગાડીમાં જીપીએસ ફીટ કરાવ્યાનો ગુનો પણ નોંધાવ્યો હતો જેના સંદર્ભમાં તેણે સરેન્ડર અરજી કરી હતી.
કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની સરેન્ડર અરજી નકારી કાઢી હતી. આ અંગે પોલીસને જાણ થતાં જ તાત્કાલિક LCBની ટીમ કોર્ટરૂમની બહાર પહોંચી હતી અને નિકુંજની અટકાયત કરી હતી. તેની સાથે સક્રિય ભૂમિકા ભજવનાર ઇશ્વરગિરી ગોસ્વામીની પણ અટકાયત કરી હતી.
સુરત ગ્રામ્ય ડીવાયએસપી આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું કે, પોલીસે પહેલેથી જ સોનલના પતિ નિકુંજ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. ઇશ્વરે જણાવ્યું હતું કે, તેણે જ ગોળી મારી હતી.
ઉલ્લેખનીય છે કે, પતિ-પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો અને બંને પક્ષેથી આક્ષેપો થઈ રહ્યા હતા. ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલા RFO સોનલ સોલંકીની હાલ સુરતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યાં હતાં. ઘરેથી અડાજણ જવા નીકળેલાં મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળતાં પોલીસને જાણ કરાઈ હતી. કારમાં તેમની સાથે પુત્ર પણ હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલાં RFOને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.






