ઉધનાના વોર્ડ નં. 24 ના પ્રમુખ પ્રકાશ ખૈરનાર
ભાજપના વોર્ડ નં.26 ગોડાદરા-ડીંડોલીના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતે
પોલીસે જાહેરનામા ભંગ અન્વયે માથાભારે તત્ત્વો શક્તિ પ્રદર્શન કરવા કે સીનસપાટા કરવા જાહેર માર્ગો પર બર્થ-ડે સેલિબ્રેશન કરતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં બનવા પામ્યા છે.
સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર અને ખજાનચીની મારામારીનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં ભાજપના વોર્ડ નં.26 ગોડાદરા-ડીંડોલીના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂત જાહેરમાં બર્થ-ડે પાર્ટી સાથે તાયફો કરી વિવાદ નોતર્યો છે. ગત 3 ઓક્ટોબરના રોજ અમિતસિંગનો જન્મદિવસ હતો, જેથી ધ ગ્રેટ મરાઠા ગૃપ (નિલગીરી) દ્વારા જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. જાહેર રોડ પર રોશની, ફટાકડા ફોડીને અમિતસિંગની એન્ટ્રી સાથે સ્ટેજ પર કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ પ્રમુખના જન્મદિવસની ઉજવણીની આડમાં જાહેર માર્ગ પર મોડી કરાયેલા આ તાયફાથી વિવાદ શરૂ થયો છે.
સામાન્ય નાગરિકો સામે જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન મુદ્દે પગલાં ભરતી પોલીસ ભાજપના નેતા સામે કાયદેસરના પગલાં ભરશે કે કેમ? તે મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.ઉધનાના વોર્ડ નં. 24ના પ્રમુખ પ્રકાશ ખૈરનાર બાદ હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતે જાહેરમાં પોતાના બર્થ-ડે સેલિબેશનના નામે તમાશો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે હવે આ મામલે પોલીસ જાહેરનામા ભંગ હેથળ કાર્યવાહી કરશે કે કેમ?