સુરત,સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વાવ ગામની સીમમાં આવેલા ખેતરાડી વિસ્તારમાંથી ગત તારીખ 12 ડિસેમ્બરના રોજ એક અજાણ્યા યુવાનની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે જિલ્લા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
સુરત જિલ્લામાં બનવા પામ્યો છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામની સીમમાં આવેલા ખેતરાડી વિસ્તારમાં એક યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ પલાંઠી મારેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની નજીકથી વિધિનો સામાન જેવો કે, ચાંદલા, કંકુ, દોરો તેમજ કાજલ મળી આવ્યો હતો. જિલ્લા પોલીસે અલગ અલગ ત્રણ જેટલી ટિમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે તપાસમાં 33 વર્ષીય મૃત્યુ પામનાર યુવાન રાહુલ સંતોષ તિવારી હાલ રહે કાપોદ્રા સુરત અને મૂળ મધ્ય પ્રદેશનો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે અલગ અલગ સ્થળોએથી CCTV ફૂટેજ મેળવી એક આરોપીની અટકાયત કરી હતી. જેને પૂછતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. હત્યારો કોઈ અન્ય ન હતો પરંતુ મરણ જનારનો અંગત મિત્રજ હતો. જે પકડાયેલા આરોપીએ આકાશમાંથી પૈસાના વરસાદની વિધિના બહાને મિત્રને 2 લાખ રૂપિયા લઈ બોલાવી તેને ધ્યાનમાં બેસાડી મોતને ઘાટ ઉતારી રોકડ અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ પોલીસ અલગ અલગ સ્થળોએ CCTV ફુટેજની ચકાસણી કરતા તેની સાથે નજીકમાંજ રહેતો અને રાહુલનો અંગત મિત્ર ધર્મેન્દ્રસિંગ ગંગાસિંગની છેલ્લી વખત સાથે હોવાની હાજરી માલુમ પડી હતી. જે મૂળ મધ્યપ્રદેશનો અને રાહુલના ગામ નજીક ગામનો હોવાનું સામે આવ્યું હતું. તેની પોલીસે અટકાયત કરી આખરી પૂછ પરછ કરતા ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો.
મરણ જનાર રાહુલ તિવારીએ તેના અંગત મિત્ર ધર્મેન્દ્રસિંગને ઉછીના 20 હજાર રૂપિયા આપ્યા હતા. રાહુલે બાળકના અભ્યાસની ફી ભરવાની હોવાથી અને ખેતીની જમીન ખરીદવા મિત્ર પાસે આપેલા ઉછીના રૂપિયા વારંવાર પરત માંગ્યા હતા. તો બીજી તરફ હત્યારા ધર્મેન્દ્રસિંગના મગજમાં કઈક અલગજ ષડયંત્ર રચાયું હતું. જરૂરિયાત મંદ રાહુલને ધર્મેન્દ્રસિંગ એ તેને આસમાનથી પૈસા પાડવાની વિધિ જાણતો હોવાની લાલચ આપી હતી.