સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ ચોકડી પાસે આવેલ “આવ્વલ ચાની દુકાન” પરથી એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
વિડિયો-footage અનુસાર, યુવક દુકાનદાર પાસેથી પોલીસના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરતા જોવા મળી રહ્યો છે. દુકાનદારે તરત જ PCR ને ફોન કરીને જાણ કરી હતી અને ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી. આ યુવકનું નામ વાલ્મિક પાટીલ હોવાનું ખુલ્યું છે, જે સચિન પોલીસ સ્ટેશનમાં PCR પર કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા હતા – સરકારી કર્મચારી નથી, પરંતુ outsourced સ્ટાફ તરીકે જોડાયેલા હતા.
વિડિયો વાયરલ થતા જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન યુવકે પોતાના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરવાનું કબૂલ્યું. પોલીસ વિભાગ દ્વારા તેને ફરજ પરથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવા કૃત્ય પુનરાવૃત્ત ન થાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.