Home CRIME સુરતના ચકચારી લૂંટ વીથ મર્ડર કેસમાં 2 આરોપી ઝડપાયા, ગુનાને અંજામ આપી...

સુરતના ચકચારી લૂંટ વીથ મર્ડર કેસમાં 2 આરોપી ઝડપાયા, ગુનાને અંજામ આપી બિહાર ભાગી છૂટ્યા હતા

3
0

સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં 7મી જુલાઈએ રાત્રિના સમયે થયેલી લૂંટ વીથ મર્ડરની ઘટનામાં વધુ બે આરોપીઓ બિહારથી ઝડપાયા છે. ઘટના સમયે દિપક પાસવાન નામના એક આરોપીને લોકોએ ઝડપી પાડ્યો હતો.

જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર થઈ ગયા હતા. તે પૈકીના બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાંચે બિહારથી ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક આરોપી હજી પણ ફરાર હોય તેની શોધખોળ ચાલી રહી છે. ચારેય આરોપીઓએ શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેને પેઢીના માલિક આશિષ રાજપરાએ રોકવાનો પ્રયાસ કરતા તેના પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા આશિષ રાજપરાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જો કે, દિપક પાસવાન નામના એક લૂંટારુને લોકોએ દબોચી લીધો હતો. જ્યારે અન્ય ત્રણ ફરાર થઈ ગયા હતા. ભાગી છુટેલા ત્રણ લૂંટારુ પૈકી 2 લૂંટારુને સુરત ક્રાઈમ બ્રાંચે બિહારના એક ગામમાંથી ઝડપી પાડ્યા છે. જ્યારે એક આરોપી હજી પણ પોલીસ પકડથી દૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here