એક લૂંટારુ ઝડપાઈ જતા લોકોએ મારી મારીને અધમૂઓ કરી નાખ્યો.
સચિન માં ચાર લૂંટારુઓ શ્રીનાથજી જ્વેલર્સ શોરૂમમાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા. શોરૂમમાં હાજર આશિષભાઈ રાજપરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રતિકાર કરતા જ લૂંટારુઓમાંથી એક આરોપીએ આશિષભાઈ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ગોળીઓ આશિષભાઈને છાતીના ભાગે વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સચિન હોસ્પિટલ અને ત્યારબાદ એપલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

લૂંટ વીથ મર્ડરના ગુનાને અંજામ આપી ફરાર થયેલા આરોપી સીસીટીવીમાં કેદ લૂંટ અને ગોળીબારની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતા હતા. આ સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. સીસીટીવી ફૂટેજમાં સૌપ્રથમ એક આરોપી દિવાલ કૂદીને ભાગતો નજરે પડે છે, અને તેની પાછળ અન્ય ત્રણ આરોપીઓ પણ ભાગતા દેખાય છે. આરોપીઓને પકડવા માટે કેટલાક લોકો તેમની પાછળ દોડી રહ્યા હતા તે દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.
CCTV સામે આવ્યું. સચીન માં ફાયરિંગ કરવામાં તેના સી.સી.ટી.વી. સામે આવતા પુલીસ વિભાગ ને ખૂલ્લેઆમ ચેલેન્જ સાથે ભર માર્કેટ વિસ્તાર માં આ રીતે ફાયરીંગ વીથ લુંટ, મર્ડર ની ઘટના શું સાબિત કરવામાં માંગે છે.કે કાયદા નું કોઈ પણ ભય નથી. સ્થનિક માહિતીગાર વગર આ યોજના અને ઘટના ને પૂરી પડવાની શક્યતા નહિવત હોય છે.
એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. સુરત સચિન પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.