પ્રેમિકા સાથેની અંગત પળોનો વીડિયો પ્રેમીએ તેના મિત્રને આપી દેતાં યુવતીને આત્મહત્યા કરવી પડી.
એપાર્ટમેન્ટના 14માં માળેથી પડતું મૂક્યું, બ્લેકમેલ કરનાર પ્રેમી સહિત બે સામે ગુનો નોંધાયો.
પ્રેમિકા સાથેની અંગત પળોનો વીડિયો પ્રેમીએ તેના મિત્રને આપી દેતાં યુવતીને આત્મહત્યા કરવી પડી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઇરાઈઝ એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતું મૂકી દેતા 21 વર્ષીય યુવતી મીનાક્ષી (નામ બદલ્યું છે)નું મોત નીપજ્યું છે. મીનાક્ષીની આત્મહત્યા મામલે પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.થોડા દિવસ પહેલાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વીડિયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા,

જોકે જે-તે સમયે બંને પક્ષે સમાધાન થતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ ત્યાર બાદ પણ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વીડિયો વાઈરલ થઈ જશે. પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિતરાજની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છે.
આ મામલે હાલ ચાંદખેડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ મોહિત અને હાર્દિક રબારી સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.