Home CRIME ‘તું નીચી જાતિની અને હું ઊંચી જાતિનો, તારી સાથે લગ્ન કરી શકાય...

‘તું નીચી જાતિની અને હું ઊંચી જાતિનો, તારી સાથે લગ્ન કરી શકાય નહીં’

3
0

૨૩ વર્ષીય યુવતી તેના પરિવારજનો સાથે રહીને મોડલ તરીકે ચાર સ્ટુડિયોમાં કામ હતી. થોડા મહિનાઓથી રેવન્યૂ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે જોડાયેલી હતી. આ એજન્સી થકી એ સુરત અને અમદાવાદમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરતી હતી.

બે વર્ષ પહેલા યુવતીની સગાઈ પણ થઈ ચૂકી હતી. ૮ જૂને મોડી રાત્રે આ મોડલ યુવતીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જો કે, આપઘાત કરતાં અગાઉ મોડલ યુવતીએ ઇન્સ્ટાગ્રામ ઉપર બે પોસ્ટ અપડેટ કરી હતી. આત્મહત્યાના આ ચકચારી પ્રકરણમાં પોલીસે તપાસનો દોર ચલાવતા મોબાઈલ ફોન કબજે કર્યો હતો. પોલીસે યુવતીના પરિવારના નિવેદન પણ લીધા હતા. આમોડલને ચાર વર્ષથી ૨૫ વર્ષીય ચિંતન ધરમદાસ અગ્રાવત (રહે. મીરાં રેસિડન્સી, રજવાડી પાર્ટી પ્લોટ પાસે, અમરોલી અને મૂળ રહે. ગોલરામા, તા. ઉમરાળા, જિ. ભાવનગર) સાથે પ્રેમ હતો. ચિંતન અમરોલી વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતો હતો. ચિંતનને મળવા યુવતીએ ઘરે બોલાવ્યો હતો, પરંતુ પ્રેમી ઘરે ન આવતાં તેને માઠું લાગી આવ્યું હતું. ચિંતન સાથે આ મોડલ લગ્ન કરવા માંગતી હતી પરંતુ ચિંતન તેની વાત નકારી આપણી જાતિ અલગ છે એમ કહી જાતિવિષયક અપમાનિત કરી ઉતરતાં શબ્દો વારંવાર કહેતો હતો. ખોટા બહાના કાઢીને ચિંતને લગ્ન ન કરતાં આ મોડલ અસહ્ય માનસિક તાણ અનુભવવા લાગી હતી. મોડલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીથી આ વાતો સહન ન થતાં તેણે આપઘાત કરી લીધો હતો. આ પ્રકરણમાં હવે પ્રેમી ચિંતન અગ્રાવત વિરુદ્ધ મૃતક યુવતીની માતાએ એટ્રોસિટી એક્ટ અને દુસ્પ્રેરણા મુજબ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here