સુરત, પાંડેસરા માં રહેતો હિમાંશુ ઉર્ફે અપ્પુ યાદવ નામના યુવાને ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીને વાતોમાં ભોળવી-ફોસલાવીને તેની પર દુષ્કર્મ આચર્યું. આ ઘટના બાદ સગીરાને ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સતત રક્તસ્રાવ થવા લાગ્યો હતો. સગીરાની હાલત બગડતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબો દ્વારા તપાસ કરતા સગીરા પર બળાત્કાર થયો હોવાનું જાણવા મળ્યું હતું.પાંડેસરા પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર, પોલીસે ભોગ બનનાર સગીરાની વિસ્તૃત પૂછપરછ કરી અને તેના પરિવારના નિવેદનો નોંધ્યા હતા. આ તમામ હકીકતોના આધારે આરોપી હિમાંશુ ઉર્ફે અપ્પુ યાદવ વિરુદ્ધ બળાત્કાર (પોક્સો એક્ટ હેઠળ પણ કલમો લાગુ પડી શકે છે)ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.