સુરતના સમાજસેવી ગણેશભાઈ પી. સાંવત એ ૧૨૦ વરિષ્ઠ નાગરિકોને કરાવવી ત્રણ દિવસની તીર્થયાત્રા, માતા-પિતાની જેમ રાખી સંભાળ.
સુરતના પ્રખ્યાત સમાજસેવી ગણેશભાઈ પી. સાંવતએ પોતાની સ્વર્ગસ્થ માતા સેવંતીબેન પાંદુરંગ સાંવતની સ્મૃતિમાં સતત 21મો વર્ષ વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું છે. આ સર્વજનહિત કાર્ય હેઠળ 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના 120 વરિષ્ઠ નાગરિકોને ત્રણ દિવસીય તીર્થયાત્રા પર લઈ જવાયા હતા. યાત્રાનો પ્રારંભ રવિવાર, 22 જૂન 2025ના રોજ થયો હતો, જેમાં બે બસ મારફતે યાત્રાળુઓને રવાના કરવામાં આવ્યા હતા. આ યાત્રા 23, 24 અને 25 જૂન દરમિયાન યોજાઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ઉનાઈ સાપુતારા, સપ્તશૃંગી, નાસિક, શિરડી, શનિદેવ અને મુકિતધામ જેવા મહત્વના ધાર્મિક સ્થળોના દર્શન કર્યાં હતા. યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તમામ યાત્રાળુઓ બુધવાર, 26 જૂનના રોજ રાત્રે સુરત પરત ફર્યા હતા.


આ ત્રણ દિવસીય યાત્રા દરમિયાન, ગણેશભાઈ પી. સાંવત એ દરેક વરિષ્ઠ નાગરિક માટે વ્યક્તિગત રીતે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી અને તેમના માતા-પિતા જેવો લાડ-સ્નેહ આપી સંભાળ રાખી હતી. તેમના સ્વયંસેવકોએ પણ સંપૂર્ણ સમર્પણભાવે તમામ યાત્રાળુઓની સેવા કરી હતી. ગણેશભાઈએ આ સેવા કાર્ય કરીને પોતાને ધન્ય અનુભવનાર જણાવીને ભારે આનંદ વ્યક્ત કર્યો હતો. યાત્રાનો આનંદ માણનાર વરિષ્ઠ નાગરિકોએ પણ તેમની ઉદારતાની ભુરભુર પ્રશંસા કરી અને આશીર્વાદ આપ્યા હતા.
આ આયોજન ગણેશભાઈ પી. સાકતની પોતાની માતા પ્રત્યેની શ્રદ્ધાંજલિ અને સમાજસેવા માટેની અવિચળ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે પોતાની આવકમાંથી 10% રકમ બચાવીને સમાજની નિઃસ્વાર્થ સેવા માટે વાપરવાની પ્રેરક પહેલ કરી છે, જેમાં કોઈ જાતના ભેદભાવ વિના આવા ધાર્મિક પ્રવાસોનું આયોજન થાય છે. આ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ સેવા કાર્ય છે.