Home GUJARAT સુરતના એન્જાઈમ-16 સંસ્થાના વિદ્યાર્થીઓએ NEET-2025 માં ચમકદાર સફળતા હાંસલ કરી

સુરતના એન્જાઈમ-16 સંસ્થાના વિદ્યાર્થીઓએ NEET-2025 માં ચમકદાર સફળતા હાંસલ કરી

8
0

સુરત, 21 જૂન 2025: સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા એન્જાઈમ-16 ના વિદ્યાર્થીઓએ NEET-2025 ની પરીક્ષામાં શાનદાર પરિણામ મેળવીને પોતાનું અને સમગ્ર સુરત શહેરનું ગૌરવ વધાર્યું છે.

NEET-2025 ની જાહેર થયેલી પરિણામ યાદી પ્રમાણે, વિદ્યાર્થી ગજેરા કાવ્યએ 720 માંથી 622 ગુણ મેળવીને સુરત શહેર અને જિલ્લામાં ત્રીજા ક્રમે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને, EWS કેટેગરીમાં સમગ્ર દેશમાં 24મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર શહેર અને પોતાની સંસ્થા તથા માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.

એન્જાઈમ-16 ના બીજા વિદ્યાર્થીઓ, માગુકિયા મન એ 581 અને ગજેરા પૂર્વએ 578, ગજેરા મીત 514, ઘોઘારી જય 509, ડોબરીયા પ્રિયાંશી 500 ગુણ મેળવીને પણ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી છે. આ વિદ્યાર્થીઓએ માત્ર પોતાના સપનાને જ નહીં, પણ સમગ્ર યોગીચોક વિસ્તારને ગર્વ અનુભવાડ્યો છે.

એન્જાઈમ-16 સંસ્થાના સંચાલકો અને શિક્ષકમંડળે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેઓના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. સંસ્થાએ વર્ષોથી NEET, JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને સમર્પિત તાલીમ આપીને અનેક સફળતાઓ મેળવી છે, અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ તેમને મળેલ માર્ગદર્શનને સાર્થક કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here