Home AHMEDABAD ACBએ સફળ છટકું,કલેક્ટર કચેરી કેમ્પસમાં વારસાઈનું કામ કરાવવા ગયેલા વ્યક્તિ પાસેથી છ...

ACBએ સફળ છટકું,કલેક્ટર કચેરી કેમ્પસમાં વારસાઈનું કામ કરાવવા ગયેલા વ્યક્તિ પાસેથી છ લોકોએ 75,000 લાંચ માગી હતી

19
0

અમદાવાદ શહેરની કલેક્ટર કચેરીમાં આવેલા સબ રજીસ્ટ્રાર કચેરીમાં એક વ્યક્તિ તેના ભાઈના મૃત્યુ બાદ વારસાઈમાં હક રિલીઝ કરાવવા માટે ગયા હતા. તે સમયે બે વકીલ અને અન્ય ચાર લોકોએ ભેગા મળીને તેની પાસે આ કામ કરાવી આપવા માટે 75 હજાર રૂપિયા માંગ્યા હતા. જેથી તેમણે કેટલાક રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા તેમ છતાં કોઈ કામ ન થતાં તેમણે આ અંગે આખી વાત એન્ટીકરપ્શન બ્યુરોને કરી હતી અને તેમણે છટકું ગોઠવીને આ પ્રકરણમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બેની અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ લાંચ માંગનાર વ્યક્તિઓમાં બે મહિલાઓ હોવાનું પણ સામે આવી રહ્યું છે.મળતી માહિતી પ્રમાણે, એક વ્યક્તિના ભાઇનું અવસાન થયું હતું અને મરણજનાર અપરિણીત હોવાથી તેઓના સીધી લીટીના વારસદાર તરીકે કોઇ હક્કદાર ન હતા. તે વ્યક્તિના અન્ય ભાઇ-બહેનોના નામો હક્કદાર તરીકે દાખલ થયા હતા. જેથી પોતાની તરફેણમાં હક્ક રિલીઝ માટે દસ્તાવેજ કરાવવા તેમણે આરોપી વકીલ રાજેશ પ્રજાપતિનો સંપર્ક કર્યો અને કામગીરી સોંપી હતી. જેથી તેમણે આ કામ કરવાના બદલામાં 14,850 ફી નક્કી કરી ગૂગલ પે મારફત મેળવ્યા હતા અને નિયમોનુસાર દસ્તાવેજ અંગે ભરવાની ફી પણ લિધી હતી.

ફરિયાદીના દસ્તાવેજની આગળની કાર્યવાહી ન થતા તેમણે રાજેશભાઈને પૂછ્યું હતું ત્યારે પઢીનામામાં ‘ક્વેરી’ હોવાનું જણાવી, આ ‘ક્વેરી’ ઉકેલવા મટે રાજેશભાઈએ સાબરમતી-13ના સબ રજીસ્ટ્રારને રૂ. 75000 આપવા પડશે તેવું જણાવી લાંચનાં નાણાંની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચનાં નાણાં આપવા માંગતા નહોતા જેથી ભોગબનનારે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે રાજેશભાઇના કહેવાથી આરોપી કુશ મેહતા, સામાન્ય વ્યક્તિ અને ભારતી બેન વકીલે સબ રજીસ્ટ્રારની કચેરીમાં જ લાંચના નાણાં રૂ.75000 ફરિયાદી પાસે માંગણી કરી રુપિયા લીધા હતા.ભારતી બહેનની પાસેથી રૂ. 33,500, કોમ્પ્યુટર ઓપરેટર દલપત સિંહ રૂ. 40,500 અને ખ્યાતિબહેન સ્કેનિંગ ઓપરેટર પાસેથી રૂ. 500ની રકમ રીકવર કરવામાં આવી છે. જ્યારે આરોપી બળદેવ પરમાર ઓપરેટર રૂ. 500 લઈ સ્થળ પરથી સબ રજીસ્ટ્રાર કચેરીમાં રહેલી ભીડનો લાભ લઈ ભાગી ગયો હતો. જેને પકડી નાણાં રીકવર કરવાની તથા આ લાંચના નાણાં લેવામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે?

આરોપી:

  1. રાજેશકુમાર ઉર્ફે રાજાભાઇ પ્રભુભાઇ પ્રજાપતિ, ઉ.વ.30, એડવોકેટ.
  2. કુશ રાજુભાઇ મહેતા, ઉ.વ.34, પ્રજાજન.
  3. ભારતીબેન મોતીભાઇ પરમાર ઉ.વ.49, એડવોકેટ.
  4. દલપતસિંહ ગાડાંજી ઠાકોર ઉ.વ.42, કોમ્પ્યુટર ઓપરેટર(કરાર આધારિત).
  5. ખ્યાતીબેન દિનેશભાઇ જોષી ઉ.વ.42, સ્કેનીંગ ઓપરેટર(કરાર આધારિત).
  6. બલદેવ ઉર્ફે બકુલભાઇ પરમાર, ઓપેરેટર (કરાર આધારિત-નાસતા ફરતા).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here