માથામાં બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી મોતને ઘાટ ઉતારાયાનું પ્રાથમિક અનુમાન
સુરતઃ સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોનીથી ગભેણી જતા રોડ ઉપર કલરટેલ લેબર કોલોનીના ગેટની સામે ઝાડી ઝાંખરાવાળી ખુલ્લી જગ્યામાંથી અજાણી મહિલાની, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરેલી લાશ મળી આવી હતી, જેને લઈને શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોની તરફ જતા રોડ પર કલર ટેક્ષ લેબર કોલોનીના ગેટ સામે રોડથી આશરે 30 મીટરના અંતરે ઝાડી ઝાખરાંમાંથી 30-35 વર્ષીય અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ અંગે જાણ કરાતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મહિલાનો મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
લાશ મળી તે જગ્યા અવાવરુ, આસપાસ સીસીટીવી પણ નથી, પોલીસે તપાસ માટે આઠ ટીમ બનાવી સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે જે અજાણી મહિલાની લાશ મળી આવી છે, તેના માથામાં કોઈ ભોથડ પદાર્થ મારીને હત્યા કરવામાં આવી છે. કેમ કે તેના માથામાં થણી ઈજાઓ પણ છે. જે જગ્યાથી મૃતદેહ મળી આવ્યો છે તે અવાવરુ જગ્યા છે અને આસપાસ સીસીટીવી કેમેરા પણ નથી. તેની પાસેથી ફક્ત ચપ્પલ મળી આવ્યા છે. આ મહિલા કોશ છે? તેની હત્યા કોણે કરી છે? વિગેરે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. તેના પહેરવેશ પરથી અને સ્થાનિક લોકોની પુછપરછમાં તે બિહાર રાજ્ય તરફની હોવાનું લાગે છે. મહિલાના ફોટા લઈને અલગ અલગ આઠ ટીમ તેની ઓળખ કરવા માટે તપાસમાં જોતરાઈ છે.
જો અંગે કોઈ પણ માહિતી હોય તો પુલીસ સ્ટેશન નું સંપર્ક કરી જાણ કરવા માટે જણવ્યા છે. જેના નબર ઉપર સંપર્ક કરી શક્ય છે.૦૨૬૧-૨૩૯૯૨૦૦,૮૩૪૭૧-૩૧૩૧૩,૯૫૫૮૦-૯૦૯૦૯,૯૫૮૬૫-૯૮૭૪૦.