આરોપીની માતા, બહેને પણ હત્યાના બે દિવસ પહેલાં મૃતકની પત્ની સાથે ઝઘડો કર્યો હતો.
૧૭ વષીય સગીર પુત્રને સંગતને લઈ ઠપકો આપી ઘરની બહાર નહિ જવા દેતાં. સગીરના મિત્રએ પિતા અને સાગરીતો સાથે મળી આધેડની હત્યા કરી દરમિયાનગીરી કરવા આવેલા રામબચન પ્રહલાદ મૌર્યા (ઉ.વ. ૪૮) તેના પુત્ર અભિષેક (ઉ.વ. ૨૦)મોટા પુત્રને પણ ચપ્પુનો થા મારી જીવલેણ ઈજા પહોંચાડવાની ચકચારી ઘટનામાં સ્થાનિકો રોષ શાંત થતો નથી. મુખ્ય સૂત્રધાર આરોપીના માતા-બહેન વિરૂદ્ધ પણ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
નવાગામ ડિંડોલી અંબિકાનગરમાં રહેતા રામબચન પ્રહલાદ મૌર્યા (ઉ.વ. ૪૮) તેના પુત્ર અભિષેક (ઉ.વ. ૨૦) સાથે શનિવારે રાત્રે રાબેતા મુજબ ત્રિપાઠી હોસ્પિટલ પાસેથી પસાર થતાં ઓવરબ્રિજ નીચે શાકભાજીની લારી લઈ ઊભો હતો. તે વખતે કુંદન સુનિલ ચૌધરી તેના પિતા કુંદન ચૌધરી, છોટુ ઉર્ફે રાજા ગીરધારી શાહ સહિતના સાગરીતો સાથે ચપ્પુ લઇ તૂટી પડયો હતો. રામબચનને પડખા અને જાંગના ભાગે ત્રણ ઘા ઝીંકી રહેંસી નાંખી અભિષેકને પણ પીઠમાં ચપ્પુનો જીવલેણ યા ઝીંકવામાં આવ્યો હતો. હત્યાની આ ઘટનાથી મૌર્યા સમાજનાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બીજાં દિવસે ડેડબોડીને સ્વીકારના ઈન્કારથી લઈ આરોપીના થર પર બુલડોઝર ફેરવવાની પણ માંગણી કરી હતી. ગતરોજ હત્યામાં ચોથા આરોપી સત્યમની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો ત્યારે પણ ટોળાંએ આરોપીને ફાંસી આપવાની માંગણી કરી હતી.
દરમ્યાન પોલીસે ગતરોજ આરોપી કુંદન ચૌધરીની માતા કલાવતીદેવી (ઉ. ૨. ૪૦) અને ૨૪ વીય બહેન કાજલ ચૌધરી (બંને રહે, ગંગાસાગર સોસા.. નવાગામ)ની ધરપકડ કરી હતી. મૃતક રામબચનનો ૧૭ વર્ષીય પુત્ર કુંદન સાથે ફરતો હતો જેને તેની સાથે દોસ્તી નહિ રાખવા ધમકાવતાં કુંદન અને સત્યમે પહેલી મે નાં રોજે ઘરે આવી ઝઘડો કર્યો હતો. બંનેને ઠપકો આપ્યો હોઈ કુંદનની માતા અને બહેન પણ ત્યાં ધસી આવ્યા હતા અને રામબચનની પત્ની રીટાબેનને ધાક ધમકી આપી હતી. જેના વિડીયો પણ સામે આવ્યા છે. જેના બે દિવસ બાદ કુંદન અને સાગરિતોએ ખૂની ખેલ ખેલ્યો હતો. પોલીસે રીટાબેનની ફરિયાદને આધારે બંનેની ધરપકડ કરી હતી.
