23 વર્ષીય શિક્ષિકા ફૂલ પ્લાનિંગ સાથે ૧૧ વર્ષીય વિદ્યાર્થીને ભગાવી ગઈ હતી.

અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે.23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જવાની ચકચારી ઘટના સિટીમાં ચર્ચાસ્પદ બની છે. ત્યારે આ ઘટનાના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે. હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લાવવામાં આવી રહ્યા છે. શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાવી ગઈ હતી. પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો. જેથી તેને ટ્રેસ કરવી પોસિબલ ન હતી. આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા. જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી. જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. જેને આધારે શિક્ષિકા ને પકડી પાડવામાં આવેલ છે. જે રાજસ્થાન પાસે થી પકડી પાડવામાં આવેલ છે.