સુરત, સારોલી ખાતે કાપડાનો વેપાર કરતા વ્યાપારી સાથે ત્રિનેત્રા ટેક્ષટાઇલ” ના માલીક રવિ અગ્રવાલ અને દલાલ કાંગડા ટેક્ષટાઇલ” એજેન્સીના માલીક આશિષ અગ્રવાલ નાઓએ એકબીજાની મદદગારી કરી. દલાલ આશિષ અગ્રવાલ નાઓએ સામેથી વ્યાપારીનો સંપર્ક કર્યો અને વ્યાપારી સાથે મિઠી મિઠી વાતો કરી, વિશ્વાસ અને ભરોસામા લઇ દલાલ આશિષ અગ્રવાલ નાઓ મારફતે ટુકડે ટુકડે કરીને અલગ અલગ બીલથી કુલ રૂ-૧૦,૬૬,૪૦૫/- ની મત્તાનો સાડીનો માલ મંગાવ્યા પછી શરૂઆતમા રૂ- ૭૨,૩૫૪/- ચુકવી આપી. બાકીના રૂ. ૯,૯૪,૦૮૬/- નું ઉઠામણુ કરી ભાગી ગયા. વ્યાપારીએ સારોલી પોલીસ નું સંપર્ક કરતા ઉઠામણુ કરી ભાગી જનાર આરોપીને પોલીસે દિલ્હી ખાતેથી પકડી પડયો.
સારોલી પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ રાજીવભાઇ ઓમપ્રકાશ કારીવાલ તે “ઓમ સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લીમીટેડ” પ્રોપારાયટર ઠે. દુકાન નં. એ-૪૦૩, ડી.એમ.ડી. લોજીસ્ટીક માર્કેટ, સારોલી ખાતે કપડાનો વેપાર કરે છે. તેઓનો ત્રિનેત્રા ટેક્ષટાઇલ” ના માલીક રવિ અગ્રવાલ ઠેકાણુ-ઠેકાણું- ૯૯૫, પ્રથમ માળ, નટવા કુંચા, ચાંદની ચોક દિલ્હી તથા દલાલ કાંગડા ટેક્ષટાઇલ” એજેન્સીના માલીક આશિષ અગ્રવાલ ઠેકાણુ – બીજો માળ, દર્શન ચેમ્બર, ભાલાભાઇની શેરી, સલાબતપુરા સુરત શહેર તથા ઠેકાણું- ૯૯૫, પ્રથમ માળ, નટવા કુંચા, ચાંદની ચોક દિલ્હી નાઓએ એકબીજાની મદદગારી કરી દલાલ આશિષ અગ્રવાલ નાઓએ સામેથી રાજીવભાઇ ઓમપ્રકાશ કારીવાલનો સંપર્ક કર્યો.
રાજીવભાઇ સાથે મિઠી મિઠી વાતો કરી, વિશ્વાસ અને ભરોસામા લઇ ત્રિનેત્રા ટેક્ષટાઇલ” ના માલીક રવિ અગ્રવાલ નાઓએ રાજીવભાઇ પાસેથી દલાલ આશિષ અગ્રવાલ નાઓ મારફતે ટુકડે ટુકડે કરીને અલગ અલગ બીલથી કુલ રૂ-૧૦,૬૬,૪૦૫/- ની મત્તાનો સાડીનો માલ મંગાવેલ જેમાં શરૂઆતમા રૂ- ૭૨,૩૫૪/- ચુકવી આપી. બાકીના રૂ. ૯,૯૪,૦૮૬/- નહી ચુકવી અલગ અલગ વાયદાઓ કરી ગલ્લા તલ્લા કરી પોતાની દુકાન બંધ કરી ઉઠામણુ કરી ભાગી જતા સારોલી પોલીસ સ્ટેશન માં પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૧૦૦૬૭૨૫૦૧૪૭/ ૨૦૨૫ ઇ.પી.કો. ૪૦૬, ૪૦૯, ૧૧૪ મુજબનો ગુનો નોધાયો હતો. જે પૈકી આરોપી ત્રિનેત્રા ટેક્ષટાઇલ” ના માલીક રવિ અગ્રવાલ નાઓને દિલ્હી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે