ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર, આરોપી ઓમપ્રકાશ ઉર્ફે નનકા રામખદેરુ ધુરીયા છેલ્લા છ મહિનાથી જ્યારે ફરિયાદી કામ પર જતી હતી, ત્યારે પીછો કરી હેરાન પરેશાન કરતા હતા. તેણે અનેકવાર વાત કરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત તેણે મોબાઇલમાં વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલ્યા અને અલગ અલગ ફેસબુક આઈ.ડી. મારફતે પણ સેક્સ્યુઅલી હેરાનગતી કરતા મેસેજ મોકલ્યા હતા.અશ્લીલ ઇશારા કરી વાત કરવા દબાણ કરનાર શખ્સ તેમજ તેના બે સાથીઓએ યુવતીના પિતાને પોલીસ ફરિયાદ ના કરે તે માટે કારખાને જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી બેરોજગાર છે. આરોપી ઓમપ્રકાશ અને તેના બે સાથી રાહુલ જયનારાયણસિંહ અને જીતુ નવલ જાદવે ફરિયાદીના પિતાના કારખાને જઈ જાહેરમાં ધમકી આપી હતી કે જો ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.ત્રણેય આરોપીઓને તેમના નિવાસસ્થાન પરથી પકડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આ ત્રણે આરોપીઓએ અગાઉથી મળીને સંપૂર્ણ પ્લાનિંગ સાથે ફરિયાદીને તંગ કરવા અને તેની આસપાસના વાતાવરણમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઝડપાયેલા આરોપી
- ઓમપ્રકાશ ઉર્ફે નનકા રામખદેરુ ધુરીયા (ઉં.વ. 25, ધંધો: બેકાર, રહે. પ્લોટ નં.135, પ્રભુનગર, BRC, ઉધના, સુરત, મૂળ વતન. ગામ- અખંડનગર, તા. જિ. જોનપુર, ઉત્તર પ્રદેશ)
- રાહુલ જયનારાયણસિંહ (ઉં.વ. 32, ધંધો: નોકરી, રહે. પ્લોટ નં. 233, કેશવનગર સોસાયટી, ભેસ્તાન ગાર્ડન પાસે, ભેસ્તાન, સુરત, મૂળ વતન. ગામ- માંડાબાદપુર, તા. જિ. અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ)
- જીતુ નવલ જાદવ (ઉં.વ. 25, ધંધો. ટેમ્પો ડ્રાઈવર, રહે. પ્લોટ નં. 86, પ્રભુનગર, અબ્બાસ દાદાની ચાલ, BRC, ઉધના, સુરત, મૂળ વતન. ગામ- માંગરુળ, તા. પારોળા, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર)
ઉધના પોલીસ મથકે ત્રણેય શખસો સામે છેડછાડ, ધમકી, અંગે ની ફરિયાદ નોધી ને આગળ ની તપાસ શુરુ કરી.
