૪ પોલીસકર્મીઓ હેડ કોન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ની પોલ પકડાઈ ગઈ હતી.
૯ પુલીસ કર્મીઓ સામે ખાતાકીય તપાસ નું આદેશ
પુલીસ અધિકારીઓ નાં નામે ઉઘરાણી પ્રવુતી કર્તા હોવાનું ફરિયાદ.
ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમરેલી, બોટાદ, જામનગરમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જે ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે ચારેય ફરજ દરમિયાન મંજુરી વિના વિદેશ પ્રાસ કર્યો હોય જે બાબતે જખઈએ તપાસ કરી રીપોર્ટ કરતા રાજય પોલીસ વડાના ધ્યાને આવતા ચારેયને સસ્પેન્ડ કર્યા હતાં.મળતી માહિતી મુજબ,
ડીજીપી વિકાસ સહાયે અમદાવાદના ૧૩ પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવાના આદેશ કર્યા હતા. જેની સામે ૩ પોલીસકર્મીઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. દરમિયાન આ પોલીસકર્મીઓ અંગે તટસ્થ તપાસ કરવા સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને આદેશ કર્યા હતા. જેમાંથી ૪ પોલીસકર્મીઓ હેડ કોન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ની પોલ પકડાઈ ગઈ હતી.
આ ચારેય પોલીસકર્મીઓએ પોતાની ફરજ દરમિયાન વિભાગને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વિદેશ પ્રવાસ કર્યા હતા.
ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી બાબતો સામે આવતા વિકાસ સહાય દ્વારા ચારેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા ૪ કથિત વહીવટદાર/પોલીસ કર્મચારીઓએ તેમની સરકારી ફરજ દરમિયાન અનેક વિદેશ પ્રવાસ કર્યા છે.
નિયમાનુસાર પાસપોર્ટ મેળવ્યા બાદ જયારે પણ સરકારી કર્મચારી અધિકારીએ વિદેશ પ્રવાસ કરવાનો હોય તો સંલગ્ન વિભાગને જાણ કરી મંજૂરી મેળવવાની હોય છે.જો કે, આ ચારેય પોલીસ કર્મચારીઓએ પોલીસ વિભાગની મંજૂરી મેળવ્યા વિના વિદેશ પ્રવાસો કર્યા ક હોવાનું નિર્લિપ્ત રાયની તપાસમાં સામે આવ્યું છે.
13 પોલીસ કર્મીની ગત નવેમ્બરમાં અમદાવાદ શહેરમાંથી જિલ્લામાં બદલી કરાઈ હતી. અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં 13 પોલીસ કર્મચારીઓ પોતે જ્યાં નોકરી કરતાં હોય તે સિવાયના પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ ઈન્સ્પેક્ટરો, એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીઓ. માટે કે તેમના નામે ઉઘરાણા કરવાની પ્રવૃત્તિ કરતાં હોવાની ફરિયાદો ડીજીપી અને પોલીસ કમિશનરને મળી હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં પોલીસ સ્ટેશન ચલાવવા કરવા પડતાં સત્તાવાર સિવાયના ખર્ચા માટે કાર્યરત રહેતાં પોલીસ કર્મચારી એટલે કે વહીવટદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતા.