સુરતના સચિન ગામમાં બનેલી ગંભીર ઘટનામાં સ્કૂલ વાનના ડ્રાઈવરે 13 વર્ષીય વિદ્યાર્થીની સાથે છેડતી કર્યા અંગે પોલીસમાં ગુનો નોંધાયો છે. સ્કુલ વાન ના ડ્રાઈવરે કિશોરીને કેફી પદાર્થ પીવડાવી તેને ચુંબન કરી બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ ઘટના કિશોરી દ્વારા પરિવારને જાણ કરાતા બહાર આવી હતી અને પછી ડ્રાઈવર વિરુદ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.સચિન ગામના કડી મહોલ્લામાં રહેતો સુભાષ નિમ્બા પવાર, જે સ્કૂલ વાનનો ડ્રાઈવર છે. જ્યારે વાનમાં માત્ર વિદ્યાર્થીની એકલી હાજર હતી, તે સમયે સુભાષ પવારે કેફી પદાર્થ મિશ્રિત ચા પીવડાવી. ત્યારબાદ તે વિદ્યાર્થીનીની ઇચ્છા વિરુદ્ધ તેને પકડીને ચુંબન કરી બળજબરીનો પ્રયાસ કર્યો.