યુવક મહિલાને ઢીક-મુક્કા મારતો અને વાળ ખેંચતો હોવાનો વીડિયો વાઇરલ
સચીન GIDC વિસ્તારમાં શાકભાજીના માર્કેટમાં લારી મૂકવાના મુદ્દે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવક મહિલાને ઢોર માર મારતો જોવા મળે છે. મહિલાને વાળ ખેંચીને યુવક મારી રહ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતાં, સચીન પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ધરપકડ કરી છે.લારી મુકવા બાબતે બબાલ સ્વરાજ કોમ્પ્લેક્ષ સામે આવેલા શાક માર્કેટ પાસે લારી મુકવા માટે બોલાચાલી બાદ વાત ઝઘડામાં ફેરવાઈ હતી. વીડિયોમાં એક યુવક મહિલાને ઢીકા-મુક્કા મારતો અને વાળ ખેંચતો દેખાય છે. આ હિંસાનું દૃશ્ય જોઈ લોકોએ આક્ષેપ કર્યો કે, આ વાત માત્ર લારી મુકવાના વિવાદ સુધી મર્યાદિત નથી રહી.
પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી આ મામલે સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી IPC કલમ 115(2), 351(3), 353 અને 504 મુજબ કેસ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ (1)ઉર્મીલા બીરજુ ચૌહાણ (ઉમર 42) (2) રાકેશ બીરજુ ચૌહાણ (ઉમર 21) (3)ગોલુ બીરજુ ચૌહાણ (ઉમર 18)