સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખનો ફાંસો ખાઇ આપઘાત.
સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. 34 વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશ ભાઈ પટેલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું કે, મૃતક ઘણાં સમયથી ભાજપના કાર્યકર્તા હતાં અને સમાજ સેવિકા પણ હતાં. અમને આશંકા છે કે, આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. કારણકે, જ્યાં દિપીકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ખેતરે ગયાં હતાં. રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દિપીકાને નીચે ઉતારી. અમને આશંકા છે કે, દિપીકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી સમગ્ર મુદ્દાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે.
CCTVનો ઘટના ક્રમ
ભત્રીજાએ ઘરના સભ્યોને જાણ કરી હતી
2:07 કલાકે કોર્પોરેટર ચિરાગ સોલંકી આવ્યો હતો
2:17 કલાકે ડોક્ટર આકાશ પટેલ આવ્યો હતો
2:30 કલાકે ભત્રીજો આવ્યો હતો
પહેલાં માળે દરવાજો લોક હતો
રૂમમાં ચિરાગ, આકાશ અને દીપિકા અંદર હતા
2:34 ડોક્ટર સુનિલ આવ્યો હતો
મૃતકના પરિવારજનો સમગ્ર બાબતે આપઘાતની વાતને નકારી રહ્યા છે. પરિવાર આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ હત્યા જણાવી રહ્યા છે.
આત્મહત્યા નથી હત્યા થઈ છે: મૃતકના સંબંધી મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું હતું કે, મૃતક ઘણા સમયથી ભાજપના કાર્યકર્તા હતા અને સમાજ સેવક પણ હતા. આ આત્મહત્યા નથી હત્યા થઈ હોવાની અમને આશંકા છે. કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે, તેમણે ફાંસો ખાધો હતો પણ ત્યાં કોઈ દોરડું કે કોઇપણ દુપટ્ટો ન હતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતા. તેમના પતિ ખેતરે હતા. રૂમમાં માત્ર સિચન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ કરીને હાજર હતો.