Home AHMEDABAD ભાજપનેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ કંપનીની 6000 કરોડની છેતરપિંડી,CID ક્રાઇમે નોંધી ફરિયાદ

ભાજપનેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ કંપનીની 6000 કરોડની છેતરપિંડી,CID ક્રાઇમે નોંધી ફરિયાદ

11
0

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રોકાણકારોને આકર્ષતી તગડું વ્યાજ આપતી BZ કંપનીની ખાનગી ઓફિસો પર મંગળવારે CID ક્રાઇમની ટીમે એકસાથે સંચાલકો તથા તેમના એજન્ટોની 6 જિલ્લામાં આવેલી ઓફિસો પર રેડ કરી હતી. ભાજપના ભૂપેન્દ્રસિંહ ઝાલાની BZ ફાઇનાન્શિયલ સર્વિસીઝ દ્વારા 36 ટકા વ્યાજ અને ગોવા ફરવાની લાલચો આપી 6000 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.ભાજપના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા BZ ફાઈનાન્શિયલના CEO છે અને હાલ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. તેમનું બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દ્વારા સન્માન પણ થઈ ચૂક્યું છે. માત્ર એટલું જ નહીં, સોનાનો તાજ પહેરવાથી લઈ લેક્સસ અને લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારના શોખ ધરાવે છે.

પોલીસના દરોડાના પગલે BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત એજન્ટો ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. જ્યારે 2 બેંક એકાઉન્ટમાંથી રૂ.175 કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં છે. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓનું કહેવું છે કે થોડા સમય પહેલાં અમને એક નનામી અરજી મળી હતી,. જેમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને બીઝેડ ગ્રુપના સીઇઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ગુજરાત તેમજ રાજસ્થાનમાં ઓફિસો શરૂ કરી હતી, જ્યાં એજન્ટોની ચેઈન ગોઠવીને રોકાણકારોને ફિક્સ ડિપોઝિટ 3 વર્ષમાં ડબલ કરી આપવાનું કહીને તેમજ રોકાણ પર માસિક 3 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું.

આ અંગે સીઆઇડી ક્રાઇમના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડિયને જણાવ્યું કે, લગભગ બે મહિના પહેલા CID ક્રાઇમને માહિતી મળી હતી કે હિંમતનગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં કોઈ એક સંસ્થા દ્વારા પોન્ઝી સ્કિમ ચલાવવામાં આવી રહી છે. તો અમારી સર્વેલન્સ તપાસમાં જાણવા મળ્યું કે લોકોને છેતરીને પૈસા એકઠાં કરી રહ્યા હતા. તે બાદ અમે ગઈકાલે મંગળવારે પાંચ જિલ્લામાં રેડ પાડી હતી. જેમાં BZ ગ્રુપની ઓફિસોમાંથી પોન્ઝી સ્કિમના ડોક્યુમેન્ટસ તેમજ ત્યાં કામ કરતા માણસો મળ્યા હતા. તેમજ સ્થળ પરથી એજન્ટ આનંદ દરજી મળ્યો હતો જેની પુછપરછમાં તે જાણવા મળ્યું કે 2020-20થી પોન્ઝી સ્કિમ ચલાવવામાં આવી રહી હતી. તેના મુખ્ય સુત્રધાર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને તેની મુખ્ય ઓફિસ રણાસણ, તા.તલોદ જિ.સાબરકાંઠામાં આવેલ છે તેમજ દરેક જિલ્લામાં તેની ઓફિસ આવેલી છે. તેમના મુખ્ય ટાર્ગેટ શિક્ષકો અને નિવૃત સરકારી કર્મચારીઓ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here