Home CRIME વલસાડ પારડીમાં B.Com.ની વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર મામલો,CCTVના આધારે આરોપી...

વલસાડ પારડીમાં B.Com.ની વિદ્યાર્થિની સાથે રેપ વિથ મર્ડર મામલો,CCTVના આધારે આરોપી વાપી રેલ્વે સ્ટેશનથી ઝડપાયો.

16
0

આરોપી સામે 10થી વધુ ગુના નોંધાયેલા,પોલીસના હાથે લાગેલો આરોપી મૂળ  હરિયાણાનો હોવાનુ સામે આવ્યું.

વલસાડ:પુલીસ માટે પડકાર રૂપ બનેલી ઘટનામાં ૧૦ દિવસ નું રાત-દિવસ નું સતત કામગીરી થી વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપવા માટે સતત 10 દિવસથી દોડી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતાં તેમને એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી હતો. એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ શંકાસ્પદ ઈસમ પરપ્રાંતીય હોવાની શક્યતાને જોતાં પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારને ઝડપવા કવાયત હાથ ધરી હતી,પરંતુ ગુનેગાર પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો.

શંકાસ્પદ ઈસમ વાપી રેલવે સ્ટેશન પર ફરતો હોવાના ફૂટેજ મળવાથી ઘટનાના દિવસથી ગુનાના ઉકેલ માટે રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હતી. એ મુજબ રેલવે પોલીસની ટીમ પણ સતત વોચ રાખી રહી હતી.આ દરમિયાન રવિવારની મોડીરાતે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં CCTV ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતાં તેને GRP ટીમે ઝડપી લીધો હતો અને વલસાડ પોલીસને સોપ્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. આ શંકાસ્પદ ઈસમ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ પોલીસને મળી ચૂકી હતી અને પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ હતી, પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો નહોતો. આ માહિતી જાહેર થાય તો ગુનેગાર ભાગી છૂટે એવું હોઇ પોલીસે ખાનગી રાહે વાત ગુપ્ત રાખી તપાસ કરી રહી હતી, જોકે રવિવારે રાત્રે પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here