જનસેવાના ઝોલાછાપ ત્રણ તબીબોને ૨૮મીએ હોસ્પિટલ રજિસ્ટ્રેશન અને તબીબોના સર્ટિફિકેટ સાથે હાજર થવા અલ્ટિમેટમ
બબલુ શુક્લા, ગંગાપ્રસાદ મિશ્રા, રાજારામદુબેને હોસ્પિટલની નોંધણીના આધાર-પુરાવા સાથે હાજર રહેવા તાકીદ
સુરત, શનિવાર પાંડેસરની જનસેવા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને લયર વિભાગે સીલ માર્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ પ્રથમ વખત કલીનીકલ એસ્ટાબલીસ એક્ટ હેઠળ સીલ મારીને ત્રણ સંચાલકોને આગામી ૨૮મી નવેમ્બરે આધાર પુરાવા સાથે હાજર રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ. જનસેવાના નામે લોકોના જીવન સાથે ખિલવાડ કરવા હાટડી ખોલનારા ઝોલાછાપ તબીબો સામે કાયદાનો સકંજો કસાયો છે. ફાયર વિભાગે સીલિંગની કાર્યવાહી કર્યા બાદ ગતરોજ સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે સ્થળ વિઝિટ કરી હોસ્પિટલ સીલ કરી દીધી હતી. આ સાથે જ ઝોલાછાપ ત્રણેય તબીબો અથવા કહેવાતા સંચાલકોને નોટિસ ફટકારી આગામી ૨૮મી નવેમ્બરને ગુરુવારના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. ૨૮મીએ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, તબીબોના સર્ટિફિકેટ સહિતના જરૂરી ડૉક્યુમેન્ટ સાથે હાજર રહેવા અલ્ટિમેટમ આપ્યું છે.
પાંડેસરા જેવા કેટલાક હોસ્પિટલ ચાલી રહ્યા છે કે ડોકટરો રાજ્ય બહારના પ્રેકટીસ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ તે પ્રશ્ન ઊભા થાય?
પાંડેસરાની જનસેવા હોસ્પિટલને પહેલા ફાયર વિભાગ સીલ માર્યા બાદ વિવાદ ચાલી જ રહ્યો છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ સીલ મારી દેવાતા એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આ હોસ્પિટલમાં ફરજ બજાવનારા તમામ તબીબો પૈકી કેટલાક તબીબો રાજય બહારના છે. આથી ગુજરાતમાં પ્રેકટીસ કરતી વખતે તબીબોએ ગુજરાત મેડિકલ કાઉન્સીલનું રજિસ્ટ્રેશન લેવુ ફરજિયાત છે. આથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલમાં ફરજ બજાવનારા તબીબોએ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ છે કે નથી? તેની તપાસ કરવામાં આવશે. અને જો નહીં કરાવ્યુ હશે તો નવા એકટ મુજબ કાર્યવાહી થઈ શકે છે.
આ ફક્ત સચીન વિસ્તાર માં છે જેમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેમાં માથેભારે હિન્દુત્વ ના નામે આ વિસ્તાર માં ગર્ભપાત જેવા ગંભીર ઘટનાક્રમનું અંજામ પણ આપવામાં આવે છે.
જેમાં સ્થાનિક નેતાઓ, લોકલ કાર્યકર્તા,રાજકીયપક્ષો ના દબાણ માં ચાલતું હોવાથી રાજકીય દબાણ આ બધા દવાખાનું મેડીકલ રીપોર્ટ પણ બોગસ બનાવી ને મરીજ નું ઈલાજ કરવામાં આવે છે. જેમાં કોઇપણ ફરિયાદ કરવામાં આવે તો પણ વિભાગ તરફ થી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતું નથી. સૂત્રોની મહિતી અનુસાર જેમાં વેપારી મંડળ ના નામે પણ રાજકીયપક્ષ ના સચીન ના કાર્યકર્તા હાલ માં છઠ પૂજા ના નામે મોટા પાયે રકમ ની વસુલતા પણ કરવામાં આવેલ હતા. જે થી અમુક વેપારી કે દવાખાન સંચાલન કરનાર ન આપ્યા હોવાથી નાની-મોટી બોલાચાલી પણ થઈ હોવાથી. કોઈ પણ ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં આવતું ન હોવાથી અને કાયદાનું ઉલ્લંઘન કરનાર જ સાથે હોવાથી કોઈ પણ ફરિયાદ કરવામાં આવતું નથી.
શહેરના ડિંડોલી, પાંડેસરા, સચિન, સચિન જીઆઈડીસી, પાલી, બમરોલી સહિતના શ્રમજીવીઓથી ઉભરાટા વિસ્તારોમાં બીલાડીના તોપની જેમ ઝોલાછાપ તબીબોએ હાટડી ખોલી કાઢી છે. તબીબી વ્યવસાયના કોઈપણ જાતના સર્ટિફિકેટ વગર હોસ્પિટલ કે ક્લિનિકમાં માત્ર બેથી પાંચ વર્ષના કામ કર્યા બાદ બની બેઠેલા તબીબો ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે આમ નાગરિકો સાથે ખિલવાડ કરવા બમરોલી વિસ્તારમાં જનસેવાના નામે કેટલાક લેભાગુઓએ આખેઆખી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી. હોસ્પિટલ ખોલવા માટે કોઈપણ જાતની પરવાનગી કે રજિસ્ટ્રેશન કરાવ્યા વગર ઓપનિંગ પણ કરી દેવાયું હતું. લોકોના જીવ સાથે ચેડાં કરે તે પહેલા જ અશ્ચિમ અખબાર સંદેશે આ ઝોલાછાપ તબીબોનો પર્દાફાશ કરી દેતાં પોલીસતંત્ર, કાવર વિભાગ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. શુક્રવારે મોડી સાંજે આરોગ્ય અધિકારી અનિલ પટેલ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. તેમણે નવા કાયદા મુજબ કાર્યવાહી કરી હોસ્પિટલસ સીલ કરી હતી. આ સાથે જ હોસ્પિટલના ત્રણેય ઝોલાછાપ તબીબ અથવા કહેવાતા સંચાલકોને નોટિસ પાઠવી આગામી ૨૮મી નવેમ્બરને ગુરુવારે હાજર થવા આદેશ આપ્યો છે.
રાજય સરકારે નવો એકટ અમલમાં આવ્યા બાદ તમામ હોસ્પિટલો, કલીનીકોને ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવાનો આદેશ કરાયો છે. આ આદેશની સાથે જ સુરત શહેર અને જિલ્લાની તમામ હોસ્પિટલોને જિલ્લા આરોગ્ય અધિકારના સુપરવિઝન હેઠળ મુકી દેવામાં આવી છે. દરમ્યાન પાંડેસરાની જનસેવા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને લઈને પાલિકાના ફાયર વિભાગે સીલ મારી કાર્યવાહી કર્યા બાદ પોલીસ દ્વારા પણ તપાસ ચાલી રહી હતી. દરમ્યાન આ હોસ્પિટલના સંચાલકોએ નવા એક્ટ મુજબ ઓનલાઇન પોર્ટલ પર નોંધણી નહીં કરાવી હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ દ્વારા શુક્રવારની મોડી રાત્રે આ હોસ્પિટલને સીલ મારી હતી.
આ હોસ્પિટલના ત્રણ સંચાલકો (૧) બબલુ રામ આશ્રમ શુકલ (ઓ. સાંઈ પુજા રો હાઉસ, ભેસ્તાન), (૨)ગંગાપ્રસાદ વૈકુઠમસાદ મિશ્રા ( એ. ગૃહમ સોસાયટી હનુમાન મંદિરની પાસે ગોડાદરા) તથા (૩) રાજારામ કેશવપ્રસાદ દુબે (રહે. ૧૧૮એ તૃપ્તીનગર, મિલન પોઈન્ટ, પાડેસરા) ને પી ગુજરાત કલીનીકલ એસ્ટાબલીસ એક્ટ- ૨૦૨ ૧ હેઠળ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હોય તો આધાર પુરાવા સાથે આગામી ૨૮ મી નવેમ્બરે હાજર થવા અલ્ટીમેટમ આપ્યુ છે. નહીતર આ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.