હોસ્પિટલના ત્રણ મુખ્ય ડોક્ટર પૈકી બબલુ રામઆશ્રય શુકલા, રાજારામ દુબે વિરુદ્ધ બોગસ તબીબનો પોલીસ કેસ નોંધાયો છે
ત્રણમાંથી 2 બોગસ ડોક્ટર અને 1 દારૂની હેરાફેરીના કેસમાં ઝડપાયો હતો.
15 દિવસમાં નકલી હોસ્પિટલ ઊભી કરનાર પ્રમોદ તિવારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં 15 દિવસમાં નકલી હોસ્પિટલ ઊભી કરનાર પ્રમોદ તિવારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રેલવે પોલીસની નોકરીથી નિવૃત્ત PSI પ્રમોદ તિવારી પર વર્ષ 2015માં સુરત ACBએ 40 હજારની લાંચ કેસમાં ધરપકડ કરી હતી. જોકે, પ્રમોદ તિવારીએ સુરતના શ્રમિક બહુલ વિસ્તારમાં બે માળની હોસ્પિટલ શરૂ કરી હતી. જેના માટે તેણે આરોગ્ય વિભાગ પાસેથી કોઇ પરવાનગી પણ લીધી નથી કે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નથી, ત્યારે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરી હતી.
જ્યારે ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ મનપા કમિશનર અને અતિથી વિશેષ પો. કમિશનર અને જોઈન્ટ પો.કમિશનરના નામની સાથે જોઈન્ટ પો.કમિશનર ઉદઘાટન સમારોહમાં હાજરી શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલની રિબિન ગુજરાત ભાજપના કદાવર નેતાના રાઈટ હેન્ડે કાપી હતી.સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થયા હતાં. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ શરૂ થયાના એક જ દિવસમાં સીલ કરી દેવામાં આવી હતી.
હોસ્પિટલના ત્રણ મુખ્ય ડોક્ટર પૈકી બબલુ રામઆશ્રય શુકલા, રાજારામ દુબે વિરુદ્ધ બોગસ તબીબનો પોલીસ કેસ નોંધાયો છે. જ્યારે ડો. જી.પી. મિશ્રા વિરુદ્ધ દારૂની હેરાફેરીનો કેસ નોંધાયો છે. લોકોના સાથે ચેડાં કરતાં બે બોગસ ડોક્ટર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી વિવાદ ઉભો થયો હતો.
સહિત 3 તબીબ દ્વારા જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદ્ઘાટન કરાયું હતું. જેની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના નામની સાથે જોઇન્ટ પોલીસ કમિશનરની ઉદ્ઘાટનમાં હાજરી શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજર આપી
રવિવારે (17મી નવેમ્બર) બમરોલી રોડની કર્મયોગી સોસાયટીમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું. હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત અને ક્રાઈમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનો ઉલ્લેખ હતો. શહેરના ત્રણ ઉચ્ચ અધિકારી પૈકી એક માત્ર જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા અને હોસ્પિટલના મુખ્ય ડોક્ટરની ખુરશી ઉપર બેઠેલા નજરે પડયા હતા.
હોસ્પિટલના ત્રણ મુખ્ય ડોક્ટર પૈકી બબલુ રામઆશ્રય શુક્લા, રાજારામ દુબે સામે બોગસ ડોક્ટરનો પોલીસ કેસ નોંધાયો છે. જ્યારે ડો. જી.પી મિશ્રા સામે દારૂની હેરાફેરીનો કેસ નોંધાયો છે. લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા બે બોગસ ડોક્ટર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ કઇ રીતે હાજર રહ્યા તે મુદ્દો હાલ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં પણ ખાસ કરીને શહેરભરના તબીબી આલમમાં આમંત્રણ પત્રિકા જે ત્રણ ઉચ્ચ અધિકારી એવા મનપા કમિશનર, પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના નામ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.