Home CRIME જાહેરમાં જન્મદિવસ ઉજવી કમિશનરના જાહેરનામાના ઉડાવ્યા લીરાં

જાહેરમાં જન્મદિવસ ઉજવી કમિશનરના જાહેરનામાના ઉડાવ્યા લીરાં

19
0
આ લોકો નું કોઈ પણ જગ્યા નામ નિશાન નથી કેમ

સુરતમાં ભાજપનો કાર્યકર ભૂલ્યો ભાન,શોશલ મીડિયા માં વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી.

સુરત-સચીન,ભાજપી કાર્યકરો સત્તાના મદમાં હોય તે રીતે નિયમોનો ભંગ કરતાં હોય તેવા દૃશ્યો છાસવારે સામે આવી રહ્યાં છે. સચિન વિસ્તારના ભાજપના કાર્યકરે પોતાનો જન્મદિવસ જાહેરમાં ઉજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરે રેલી યોજી હતી. ડીજે સાથે ડાન્સ કરવામાં આવ્યો હતો. સાથે જાહેરમાં આતશબાજી પણ કરવામાં આવી હતી. કેક કાપવામાં આવી હતી. જેથી લોકોએ કહ્યું કે, શું ભાજપના કાર્યકર્તાઓને કાયદાનું ભાન નથી? પોલીસનો કોઈ ડર ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. શું આવા લોકો ઉપર પોલીસ કમિશનર કાયદાનું ભાન કરાવશે

સુરત પોલિસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ ઉજવવા અંગે સ્પષ્ટ મનાઈ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે અગાઉ કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. જો કે, સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉજવણી કરતો યુવક ભાજપના કાર્યકર્તા છે. જેને કે કાયદાની ઉપર હોય છે. ભાજપ ના કાર્યકર્તાઓ.

જાહેરમાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં નિયમનોના ધજાગરા ઉડાવતા યુવાનોના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં યુવકો જાહેર રસ્તા પર હાથમા ફટાકડા લઈ આતિશબાજી કરી રહ્યા હતા. એટલું જ નહીં મોટી સંખ્યામાં ડીજે સાથે ટુ-વ્હીલર પર આ યુવકો નીકળ્યા હતા. જેમાંથી એક યુવક રિક્ષાની ઉપર બેઠો હતો. બેફામ બનેલા આ યુવકોએ સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના ધજાગરા ઉડાડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here