પ્રાથમિક શાળાના બાળકોએ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો.
સુરતઃરવિવારઃ સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં તા.૧/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાનથી યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે સૂરત જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં સૌ નાગરિકો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ માંડવી, કામરેજ, ઓલપાડ, ઉમરપાડા, બારડોલી, પલસાણા, ચોર્યાસી તાલુકાના તમામ ગામોની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા એક મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુત્રોચાર અને બેનરોથી ગામમાં મતદાન માટે સૌને જાગૃત કરવામાં આવ્યા હતા.
આ જાગૃતિ અભિયાન માટે શિક્ષણ વિભાગના તમામ સી.આર.સી. તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દિપક દરજી દ્વારા સુચારુ આયોજન કરી રેલી તથા કાર્યક્મને સફળ બનાવ્યો હતો. જ્યારે તમામ ગ્રામિણ વિસ્તારોમાંની પ્રાથમિક શાળાના શિક્ષકોની કામગીરી સરાહનીય રહી હતી. તમામ બાળકોએ ઉત્સાહ ભેર રેલીમાં ભાગ લીધો હતો. પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિ માટે ચિત્રો,રંગોળી,અને પોસ્ટર પણ બનાવ્યા હતા.