Home CRIME કિરણ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરનારનું બેન્ક ખાતું ફરિયાદ કરીને ફ્રીઝ કરાવનાર...

કિરણ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરનારનું બેન્ક ખાતું ફરિયાદ કરીને ફ્રીઝ કરાવનાર મહિલા સહિત ચાર સામે ફરિયાદ

32
0

બે વ્યક્તિ સાથે મળી રત્નકલાકારનું બેન્ક એકાઉન્ટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી ફ્રીઝ કરાવી પૈસા પરત કરવા ધમકી આપી હતી.

સુરત,પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગર ઉમરાળા દડવા રાંદલના વતની અને સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ ગાયત્રી સોસાયટી એ/44 માં રહેતા 33 વર્ષીય કૈશીકભાઇ રમેશભાઇ માંગુકીયા વરાછા ભવાની સર્કલ ખાતે કિરણ કંપનીમાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે.છ મહિના અગાઉ સાથે કામ કરતા ઘનશ્યામ જાસોલીયા મારફતે તેમની ઓળખાણ સરથાણા જકાતનાકા ખાતે અવધ બિલ્ડીંગમાં ઓફિસ ધરાવતા શેર બ્રોકર કુંજ પારેખ સાથે થઈ હતી.કૈશીકભાઇએ કુંજ પારેખ પાસે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.જોકે, કુંજ પારેખ ટ્રેડ કરવા કહેતો હતો છતાં પૈસા ન હોય કૈશીકભાઇનું ટ્રેડીંગ એકાઉન્ટ દોઢ મહિના સુધી આમ જ પડી રહ્યું હતું.કુંજ પારેખે થોડા સમય બાદ હું તમારા એકાઉન્ટમાં પૈસા નંખાવું છું, થોડા સમય બાદ પાછા આપી દેજો તેમ કહેતા કૈશીકભાઇએ હા પાડતા કુંજ પારેખે શ્રદ્ધા ગજેરાના એકાઉન્ટમાંથી રૂ.25 હજાર કૈશીકભાઇના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી બાદમાં ટ્રેડીંગ એકાઉન્ટમાં લઈ ટ્રેડ કરવા કહ્યું હતું.જોકે, કૈશીકભાઇને તેમાં ગતાગમ પડતી ન હોય કુંજ પારેખના કહ્યા મુજબ ટ્રેડીંગ કરતા તમામ રકમનું ત્રણ જ દિવસમાં નુકશાન થયું હતું.કુંજ પારેખે વધુ પૈસા નાંખવા કહ્યું હતું.પણ કૈશીકભાઇએ વધુ પૈસા નથી તેમ કહેતા કુંજ પારેખે શ્રદ્ધા ગજેરાએ નાખેલા પૈસા પરત કરવા કહ્યું હતું.કૈશીકભાઇ પૈસાની સગવડ થાય ત્યારે આપવાનો વાયદો કર્યો હતો.જોકે, ત્યાર બાદ કુંજ પારેખ અને શ્રદ્ધા ગજેરા કૈશીકભાઇને અવારનવાર ફોન કરી પૈસાની માંગણી કરતા હતા.

વરાછા લંબે હનુમાન રોડ ખાતે રહેતા મૂળ ભાવનગરના રત્નકલાકાર પાસે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવી રૂ.25 હજાર નંખાવી નુકશાન કર્યા બાદ તે રકમ પરત માંગી તેનું બેન્ક એકાઉન્ટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી ફ્રીઝ કરાવી પૈસા પરત કરવા ધમકી આપતા શેર બ્રોકર, મહિલા સહિત ચાર વિરુદ્ધ કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

HONEY TRAP- हनी ट्रैप-હની ટ્રેપ-सभी लोग सावधान हो जाए, एक गिरोह इस तरह से काम करता हैं जिसके कुछ लोग…… पुरा वीडियो देखो

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here