કિમત રૂ.૩૬,૬૦૦/- ની મતાનુ મેફેડ્રોન ડ્રગ્સ
લોકસભા સામાન્ય ચુટણી ૨૦૨૪ માટે દેશમાં ૧૬ માર્ચ ૨૦૨૪ થી આચાર સંહિતા અમલમા હોય જે દરમ્યાન સુરત શહેર માથી નાર્કોટીક્સની બદિને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે મહે.પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨, નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૬ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી આઇ ડીવિઝન સુરત શહેર નાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટીક્સની ગેરકાયદેસર પ્રવ્રુત્તી અટકાવવા સારૂ સુચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગઢવી તથા ।। પો.ઇન્સ.વી.એમ.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.એસ.જી.ચૌહાણ નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની સ્કોર્પીયો જેનો રજીસ્ટેશનનં GJ-19-BJ-5229 તથા કાળા કલરની મહિન્દ્રા થાર જેનો રજીસ્ટેશન નં-GJ-05-RX-0297 એમ.ડી ડ્રગ્સ માદક પદાર્થનો ધંધો કરતો ઇસમ મોહમંદ જુનેદ અલ્તાફ હુસેન અને તેના મિત્રો સાથે એમ.ડી.ડ્રગ્સ નો જથ્થો લઇ ભેસ્તાન ત્રણ રસ્તા ખાતેથી પસાર થનાર છે.જે આધારે ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે પોલીસ અધીકારી તથા પોલીસ માણસોની ટીમ બનાવી ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે બેરીકેટીંગ કરી વાહન ચેકીગ કરી ઉપરોકત બાતમી હકીકત વર્ણન વાળી ફોરવ્હિલો આવતા તેને રોકી કોર્ડન કરી તેમાથી નીચે મુજબ ના આરોપીઓ પકડી પાડેલ છે
પકડાયેલ આરોપીઓ :-
(૧) અભય જનાર્દન યાદવ ઉ.વ.૨૭ ધંધો-વેપાર રહે- ઘર નંબર-૦૫, રિધ્ધી સિધ્ધી સોસાયાટી, બાજીપુરાગામ, બારડોલી,સુરત ગ્રામ્ય મુળ રહે- દૂપભીલાઇ, પોસ્ટ-ભીલાઇ, થાણા-સુબેલા,જી-રાયપુર (છત્તીસગઢ)
(૨) મુસ્કાન અકીલ અંસારી ઉ.વ.૨૫ ધંધો-મેકઅપ આર્ટીસ્ટ, રહે- ઘર નંબર-૩૯, અતિક પાર્ક, નુરાની મસ્જીદ ઉન પાટીય, ભેસ્તાન,સુરત.
(૩) ખુશી રાજીત પાંડે ઉ.વ.૨૦ ધંધો-ડાન્સિંગ રહે-ઘર નંબર-૨૩ ઉમિયાધામ, બંગ્લોઝ, ગંગેશ્વર મહાદેવ મંદિર, પાલ અડાજણ,સુરત
(૪) અરમાન ઉર્ફે ચોટલી અખ્તર ખાન પઠાણ ઉ.વ.૨૮ ધંધો-મજુરીકામ, રહે-પ્લોટ નંબર-૭૬,૭૭ તિરૂપતિ સોસાયટી, મદનીનગર, ઇસાદભાઇના મકાનમાં ઉન પાટીયા,ભેસ્તાન,સુરત. મુળ રહે-ગામ-બંદરાહા, પોસ્ટ-મનકાપુર, થાણા-મનકાપુર, જી.ગૌડા (ઉત્તર પ્રદેશ)
(૫) રૂબી અજય વિશ્વકર્મા ઉ.વ.૨૧ રહે-પ્લોટ નંબર-૫૧૩, તુલસીધામ સોસાયટી, દેવકીનંદન સ્કુલની બાજુમાં, ગુ.હા.બોર્ડ, પાંડેસરા,સુરત.મુળ રહે-ગામ-રાજગીર, થાણા-નાલંદા.જી-નાલંદા (બિહાર)
(૬) અસ્ફાક નજરખાન જાતે ખાન ઉ.વ.૨૭ ધંધો-વેપાર, રહે- સાદીક ભરૂચીની રૂમમાં તિરૂપતિ નદનીનગર,ઉન પાટીયા,ભેસ્તાન,સુરત.મુળ રહે-ગામ- ધુલીયા,દેવપુર, વારીબોકા રોડ, તા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર)
(૭) મો.જુનેદ અલ્તાફ હુસેન કડીયા ઉ.વ.૨૯ ધંધો-લુમ્સ મશીન રીપેરિંગ, રહે-બી/૫૩૫ અર્જુમનનગર, મસ્જીદની સામે, રૂસ્તમપુરા, સલાબતપુરા, સુરત.
પકડી પાડી તેમની પાસે થી મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો ૩.૬૬ ગ્રામ નો કિમત રૂ ૩૬,૬૦૦/- ની મતા નો પકડી પાડેલ તેમજ રોકડા રૂપીયા ૧૫,૩ ૨૦/- તથા ફોન નંગ-૦૬ કિંમત રૂપિયા ૧,૧૯,૫૦૦/- તથા બન્ને ફોરવહીલ ની કિમત ૨૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૨૪,૭૧,૪૨૦/- ની મતા સાથે સાત આરોપી ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમજ મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનાર કાલુ વ્હોરાજી જેનુ પુરુ નામ સરનામું જણાઇ આવેલ નથી તથા (૨) સમીર જેનુ પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી નાઓને વૉટેડ જાહેર કરી નીચે મુજબ નો ગુનો દાખલ થયેલ છે.
રજીસ્ટર થયેલ ગુનો :- ભેસ્તાન પો.સ્ટે બી-પાર્ટ ગુ.ર.નં ૧૧૨૧૦૦૭૦૨૪૦૬૨૭/૨૦૨૪ એન.ડી.પી.એસ.એક્ટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી),૨૨(સી), ૨૯ મુજબ
સફળ કામાગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :-
પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.એમ.ગઢવી તથા પોલીસ ઇન્સપેકટર વી.એમ.દેસાઇ તથા પો.સ.ઇ.એસ.જી.ચૌહાણ તથા વુ.પો.સ.ઇ.બી.જી.યાદવ તથા એ.એસ.આઇ.રીતેશભાઇ મોહનભાઇ તથા એ.એસ.આઇ. રાકેશ સાહેબરાવ તથા અ.હે.કો.જયપાલસિંહ ગંભીરસિંહ તથા અ.હે.કો. ચંદ્રકાત મણીલાલ તથા અ.હે.કો.દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા અ.હે.કો.ધનશ્યામસિંહ વનરાજસિંહ તથા અ.હે.કો.દિવ્યરાજસિંહ ધરમેંદ્રસિંહ તથા અ.હે.કો.દિલુભાઇ નકુભાઇ તથા અ.પો.કો.દિલુભાઇ ભીમાભાઇ તથા અ.પો.કો.બ્રીજરાજસિંહ જગદિશસિંહ તથા અ.પો.કો.જતીનભાઈ પ્રવીણચંદ્ર અ.પો.કો.સંદિપ સદાશીવ તથા અ.પો.કો.અસ્પાકહુસેન સૈયસહુસેન નાઓએ કરેલ છે.