Home GUJARAT ૧૬૮-ચોર્યાસી વિધાનસભાના બીએલઓ સાથે સુડા ભવન-વેસુ ખાતે મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ

૧૬૮-ચોર્યાસી વિધાનસભાના બીએલઓ સાથે સુડા ભવન-વેસુ ખાતે મતદાન જાગૃતિ અંગે બેઠક યોજાઈ

37
0

વધુમાં વધુ મતદારો “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એવા જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો

સુરત:મંગળવાર: સુડા ભવન, વેસુ ખાતે આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે ૧૬૮-ચોર્યાસીના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી જી.એમ.બોરડ, આસિ. મ્યુનિ. કમિશનર અને નોડલ ઓફિસર(સ્વિપ) અજય એચ. ભટ્ટ તેમજ સ્પેશિયલ ઓફિસર (ઇલેક્શન એન્ડ સેન્સસ) રાકેશ એન. મોદીની ઉપસ્થિતિમાં ૧૬૮-ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના બીએલઓ સાથે બેઠક યોજાઈ હતી.


ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP)ના નોડલ ઓફિસર અને ડે. મ્યુ. કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ(IAS)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બેઠકમાં ૬૦થી વધુ બીએલઓ હાજર રહ્યા હતા અને મતદાન વધારવાના પ્રયાસો, મતદાન પ્રત્યે જાગૃત બને એવા પ્રયાસો સાથે ઉદ્યોગકારો લોકજાગૃતિ ફેલાવે એ અંગે વિચાર વિમર્શ કરાયો હતો.
આસિ. મ્યુનિ. કમિશનર અને નોડલ ઓફિસર(સ્વિપ) દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તમામ બીએલઓને લોકસભા ચુંટણીમાં તમામ મતદારો અવશ્ય મતદાન કરે તેવા સહિયારા પ્રયાસો કરવા પર ભાર મૂકાયો હતો. મદદનીશ ચૂંટણી અધિકારી અને સ્પેશિયલ ઓફિસર (ઇલેક્શન એન્ડ સેન્સસ) દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન અંતર્ગત ૧૬૮-ચોર્યાસીના જે મતદાન મથક પર ભૂતકાળમાં ૫૦% થી ઓછું મતદાન થયું હોય તેવા અને જયાં સ્ત્રી અને પુરૂષ મતદારોની મતદાનની ટકાવારીમાં ૧૦% થી વધુ તફાવત હોય તેવા મતદાન મથક પર જનજાગૃતિ લાવી મતદારોને અવશ્ય મતદાન માટે પ્રેરણા આપવા જણાવાયું હતું.
આ વેળાએ સૌએ “મતદાનથી વિશેષ કંઈ નથી, હું મતદાન અવશ્ય કરીશ”ની થીમ સાથે મતદાન જાગૃતિ બાબતે શપથ ગ્રહણ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here