વલસાડ જિલ્લામાંથી વિભાજન થઈને નવસારી સંસદીય લોકસભા બેઠક વર્ષ ૨૦૦૯માં અસ્તિત્વમાં આવી
નવસારી સંસદીય બેઠક પર ૨૦૧૯માં સૌથી વધુ ૬૬.૧૦ ટકા જ્યારે ૨૦૦૯માં સૌથી ઓછું ૪૬.૬૬ ટકા મતદાન થયું હતું.
૨૦૨૪માં કુલ મતદારોની સંખ્યા ૨૧,૯૮,૦૧૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
નવસારી સંસદીય બેઠકમાં સુરત શહેરની ચાર વિધાનસભા બેઠકો સમાવિષ્ટ છે
તા.૭મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી ૧૧,૮૩,૮૦૮ પુરૂષ અને ૧૦,૧૪,૧૦૮ સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
સુરતઃગુરૂવારઃ આગામી તા.૭મી મેના રોજ દેશભરમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગુજરાતની ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરે છે, અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક તહેવારમાં પસંદગીની સરકારના ગઠનમાં મહત્વનું યોગદાન આપે છે.
નવસારી લોકસભા બેઠક વર્ષ ૨૦૦૯માં અસ્તિત્વમાં આવી હતી. તે અગાઉ નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. આ લોકસભાની પ્રથમ ૨૦૦૯ની ચૂંટણીમાં કુલ જેટલા ૧૬,૨૩,૪૧૫ મતદાતાઓ નોંધાયેલા હતા. જે પૈકી ૪૬.૬૬ ટકા મતદાન નોંધાયું હતું.
વર્ષ ૨૦૦૯થી લોકસભા ચૂંટણીઓમાં નવસારી સંસદીય બેઠક પર સૌથી વધુ ૬૬.૧૦ ટકા મતદાન ૨૦૧૯ જયારે ઓછું ૪૬.૬૬ ટકા મતદાન ૨૦૦૯માં નોંધાયું હતું. ૨૦૦૯ની લોકસભા ૮,૯૪,૩૩૫ જેટલા સૌથી વધુ મતદારો નોંધાયા હતા. જેમાં ૪,૫૫,૭૪૯ પુરૂષ મતદારો તથા ૪,૩૮,૫૮૬ સ્ત્રી મતદારો નોંધાયા હતા, જ્યારે આગામી તા.૭મી મેના રોજ યોજાનારી ચુંટણીમાં ૨૧,૯૮,૦૧૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૧૧,૮૩,૮૦૮ પુરૂષ અને ૧૦,૧૪,૧૦૮ સ્ત્રી મતદારો તેમજ ૧૧૭ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.
૨૦૦૯માં કુલ ૧૬,૨૩,૪૧૫ મતદારોમાંથી ૭,૫૭,૫૬૦ મતદાતાઓએ મતદાનનો ઉપયોગ કર્યો હતો. ૨૦૦૯માં નવસારી સંસદીય બેઠકમાં કુલ ૪૬.૬૬ ટકા મતદાન થયું હતું. જેમાં પોસ્ટલ બેલેટ પેપરથી ૪૬ મતદારોએ મતદાન કર્યું હતું.
૨૦૦૯ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નવું સંસદીય સીમાંકન થયુ હતું. અને નવી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી હતી. ૨૦૦૯ ઉપરાંત ૨૦૧૪માં ૧૭,૬૪૪,૧૧ મતદારો, ૨૦૧૯ની ચૂંટણી માટે ૧૯,૭૧,૪૬૫ મતદારો જ્યારે વર્તમાન ૨૦૨૪માં કુલ ૨૧,૯૮,૦૧૯ મતદારો નોંધાયા છે.
નવસારી લોકસભામાં મતદાનની ટકાવારી જોઈએ તો ૨૦૦૯ની ચૂંટણીમાં ૪૬.૬૬ ટકા, ૨૦૧૪માં ૬૫.૧૨ ટકા, ૨૦૧૯માં ૬૬.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. આગામી ૭મી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં પણ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, નવસારી સંસદીય મતવિભાગમાં સુરત શહેરની ચાર વિધાનસભા જેમાં ૧૬૩-લિબાયતના ૩,૦૩,૯૯૪ મતદારો, ૧૬૪-ઉધનાના ૨,૬૩,૧૯૫ મતદારો, ૧૬૫-મજુરાના ૨,૭૮,૫૫૦ મતદારો, ૧૬૮-ચોર્યાસીના ૫,૭૦,૬૬૬ મતદારો અને નવસારી જિલ્લાની ૧૭૪-જલાલપોરના ૨,૩૭,૧૮૪ મતદારો, ૧૭૫-નવસારીના ૨,૫૧,૬૧૫ મતદારો, ૧૭૬-ગણદેવી (અ.જ.જા)ના ૨,૯૨,૮૦૫ મતદારો, ૧૭૭-વાંસદા(અ.જ.જા)ના વિધાનસભા બેઠકના ૩,૦૧,૨૬૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા જેવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વાહનોની નોîધણી ફરજીયાત
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં કોઇ પણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરો પોતાના પક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ જે તે મતવિસ્તારના ચૂંટણી અધિકારી પાસે વાહનની નોîધણી કર્યા સિવાય અને પરવાનગી લીધા સિવાય કરી શકશે નહીં. આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલા વાહન ઉપર વીન્ડ સ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય વાહનનો ઉપયોગ કરી શકશે નહીં. જ્યારે વગર પરવાનગીએ વાહનમાં લાઉડસ્પીકરથી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મિલકતોને નુકશાન પહોંચાડવા પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં રાજકીય પક્ષો કે સમર્થકો દ્વારા જાહેર કે ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણી લક્ષી પ્રચાર માટે ધ્વજ/પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો/નિશાનીઓ લખી ચૂંટણીલક્ષી પ્રચાર કરી મિલ્કતને નુકશાન પહોંચાડવા પર, એક રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા અન્ય રાજકીય પક્ષની સભામાં પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરવા પર તેમજ એક પક્ષ દ્વારા લગાવાયેલ પોસ્ટરને બીજા પક્ષ દ્વારા દૂર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ જાહેર કે ખાનગી દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ‘જાહેર મકાન’ શબ્દ પ્રયોગ મિલ્કત, ધોરીમાર્ગ, અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા, ચેતવણીરૂપ નોટિસ બોર્ડ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મીનલ કે જાહેર જનતાના સગવડ માટે પ્રદર્શિત કરેલા અન્ય કોઈપણ પ્રકારના બોર્ડનો સમાવેશ કરી શકાશે. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.