Home GUJARAT સચિન-પલસાણા-હજીરા રોડ વાંઝ ઓવર બ્રિજ નજીકથી પોલીસે 18,000 લિટર બાયોડિઝલનો જથ્થો ભરેલું...

સચિન-પલસાણા-હજીરા રોડ વાંઝ ઓવર બ્રિજ નજીકથી પોલીસે 18,000 લિટર બાયોડિઝલનો જથ્થો ભરેલું ટેન્કર પકડાયો

32
0

વાંઝ ઓવર બ્રિજ પાસેથી 18,000 લિટર બાયોડિઝલ ભરેલા ટેન્કર સાથે બે પકડાયા

સચિન પોલીસે બાતમીને આધારે સચિન-પલસાણા-હજીરા હાઈવે રોડ વાંઝ ઓવર બ્રિજ અને આલ્ફા હોટલની વચ્ચે પકડાયો

સચિન પોલીસે બાતમીને આધારે સચિન-પલસાણા-હજીરા હાઈવે રોડ વાંઝ ઓવર બ્રિજ અને આલ્ફા હોટલની વચ્ચે વિકાસ સ્ટીલ એન્ડ પાઇપ યુનિટના સામેના ટેન્કર નં. જીજી-01 સી-9685 ને ઝડપી પાડી ચાલક કિશન અનિલ યાદવ (ઉ.વ. 21 રહે. જીતુભાઈની ચાલ, દાંડુલ ફળિયું, દાદરા નગર હવેલી અને મૂળ. કોળી સુલતાનપુર, તા. બક્સા, જોનપુર, યુ.પી) ટેન્કરની તલાસી લેતા તેમાંથી 18000 લિટર બાયોડીઝલ મળી આવ્યું હતું.

ચાલક કિશનની પૂછપરછ કરતા સેલવાસના ઉમરકુંઇની જેયેનકે પેટ્રોગેલ્સ પ્રા. લિ. કંપનીમાંથી ગત 13 જાન્યુઆરીના રોજ ભરીને નીકળ્યો હતો અને આશિષ જગદીશ પટેલ (ઉ.વ. 36 રહે. અવની બંગ્લોઝ, સારોલી ગામ તથા મૂળ. ગાયત્રીનગર સોસાયટી, મહેસાણા રોડ, વીસનગર) એ મંગાવ્યું હોવાની કબૂલાત કરી હતી. જો કે આ અરસામાં જ આશિષ બ્રેઝા કાર નં. જીજે-02 સીએલ-6400 લઇને આવતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરવાની સાથે કારની તલાશી લીધી હતી. જે અંતર્ગત કારમાંથી જેયેનકે પેટ્રોગેલ્સ પ્રા. લિ. નું ટેક્સ ઇનવોઇસ અને ખરીદનાર તરીકે પરવટ પાટિયાની સ્કાય વ્યુ બિલ્ડીંગની જોગમાયા સપ્લાયરનું બિલ મળી આવ્યું હતું. પોલીસે આશિષ પૂછપરછ હાથ ધરતા જોગમાયા સપ્લાયર્સ નામે કાર્ટીંગનો ધંધો કરતા જવલકુમાર કનુ પટેલ (રહે. સ્કાયવ્યુ બિલ્ડીંગ, પરવટ પાટિયા, સુરત) ને ત્યાં નોકરી કરતો હોવા ઉપરાંત કાર્ટીંગના ધંધામાં 15 ડમ્પરમાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવા મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here