Home GUJARAT વલસાડના સિનિ. ફૂડ સેફ્ટી ઓફિસરના ભ્રષ્ટાચારનો ભાંડો નિવૃત્તિ બાદ ફૂટ્યો

વલસાડના સિનિ. ફૂડ સેફ્ટી ઓફિસરના ભ્રષ્ટાચારનો ભાંડો નિવૃત્તિ બાદ ફૂટ્યો

60
0

આવક કરતાં 20.73 લાખની સંપત્તિ વધુ હોવાનું ખૂલ્યું

ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયા બાદ વલસાડના મોગરાવાડી ખાતે રહેતા અધિકારી તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર કરવા જતા નિવૃત્તિ બાદ ભેરવાઈ ગયા છે. આરોપી અધિકારીએ આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરી હોવાનું તપાસમાં ખૂલતા ભ્રષ્ટ નિવૃત્ત અધિકારી વિરુદ્ધ પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે.માં ગતરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા ખાતે છેલ્લે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર (વર્ગ-૨) તરીકે ફરજ બજાવનાર આરોપી અશોક લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ. ૬૦, મૂળ રહે. ધોડીપાડા, વાવા સંજાણ, તા. ઉમરગામ, હાલ રહે. શારદાધામ સોસાયટી, મોગરાવાડી, વલસાડ) ગત તા. ૩૧-૦૫-૨૦૨૨એ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા હતા. તેમની વિરુદ્ધ ભષ્ટાચારની થયેલી ફરિયાદને આધારે એ.સી.બી.એ હાથ ધરેલી તપાસ દરમિયાન આરોપી અધિકારીએ તા. ૦૧-૦૧-૨૦૦૨થી તા. ૩૧-૧૨- ૨૦૧૯ દરમિયાન કાયદેસરના આવકનાં સાધનોમાંથી મેળવેલી આવક કરતાં રૂ. ૨૦,૭૩,૯૦૦ (૨૧.૨૦ ટકા) પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ધનવાન થવા- માટે ગેરકાયદેસર રીતરસમો અપનાવીને ભષ્ટાચાર આચરી મેળવીને તે નાણાંનો સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હતું. જે અપ્રમાણસરનું રોકાણ જણાઈ આવતા નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના આદેશ અન્વયે પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. ગોધરા ખાતે પી.આઈ. જે.આર. ગામીત દ્વારા તા. ૦૬-૧૨-૨૩ના રોજ આરોપી નિવૃત્ત અધિકારી અશોક પટેલ વિરુદ્ધ ભષ્ટાચારની કલમ હેઠળ સુનો દાખલ કશવ્યો હતો. એ.સી.બી.ની ટીમો દ્વારા હાલમાં સર્ચ ઓપરેશનની કામગીરી ચાલુ છે. આ ગુનાની વધુ તપાસ મદદનીશ નિયામક બી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે. ગોધરાના પી.આઇ. આર.બી. પ્રજાપતિ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here