Home GUJARAT વડોદ સાંઈ મોહન સોસાયટી-4 માં એક વર્ષ સુધી હપ્તા ભર્યા પછી ખબર...

વડોદ સાંઈ મોહન સોસાયટી-4 માં એક વર્ષ સુધી હપ્તા ભર્યા પછી ખબર પડી પ્લોટનો માલિક બીજો છે.

103
0

વડોદમાં પ્લોટ અપાવનાના બહાને પાટીલ દંપતી સાથે 7.13 લાખની છેતરપિંડી

પાંડેસરા ,સચીન ,ડિંડોલી અને અન્ય વિસ્તારમાં પુલીસ સ્ટેશન ખાતે અનેક છેતરપીંડી ની અરજીઓ ક્રિષ્ના દુબે ના વિરુધ્ધમાં હોવાનું સુત્રો જણાવ્યું છે.

સુરત : ભેસ્તાન ખાતે રહેતા પાટીલ દંપત્તિએ વડોદ સાંઈ મોહન સોસાયટી-4 માં એક પ્લોટ ખરીદ્યો હતો. જેની પાસે ખરીદ્યો તે ઠગે પોતાનો હોવાનું કહીને 23.50 લાખમાં સોદો નક્કી કરી દંપત્તિ પાસેથી 7.13 લાખ મેળવી લીધા હતા. પરંતુ બાદમાં આ પ્લોટ કોઈ બીજાનો જ હોવાની જાણ થતા તેમને ઠગ પાસેથી પૈસાની માંગણી કરી હતી. ઠગે વકીલ પાસે વ્યાજ સહિત 10.34 લાખ અપાવવાનું લખાણ કરી બાદમાં પૈસા નહીં આપી છેતરપિંડી કરી હતી.

ભેસ્તાન ખાતે પ્રિયંકાગ્રીન પાર્કમાં રહેતી 37 વર્ષીય ચિત્રાબેન દિલીપભાઈ પાટીલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ક્રિષ્ના નન્હેભાઈ દુબે (રહે.શિવાંજલી પાર્ક ભેસ્તાન) ની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચિત્રાબેનના પતિ ટેમ્પો ભાડે ચલાવે છે. નવેમ્બર 2021 માં ચિત્રાબેનને મકાન લેવાનું હોવાથી તેમના ઓળખીતાઓને વાત કરી હતી. ત્યારે સોસાયટીમાં શાકભાજી વેચતી મહિલા બસંતીબેને આ ક્રિષ્ના દુબેનું નામ આપ્યું હતું. તેની પાસેથી સાંઈ મોહન સોસાયટી-4 માં પ્લોટ ખરીદવાના હતા પણ તેમની પાસે વ્યવસ્થા નહીં હોવાથી સોદો કેન્સલ થયો હતો. આ પ્લોટ લેવા માટે ક્રિષ્ના દુબેનો સંપર્ક કરાવ્યો હતો. તેને ખુલ્લો પ્લોટ બતાવતા પાટીલ દંપત્તિને પસંદ આવ્યો હતો. કિષ્ના દુબેએ પ્લોટ અને તેની ઉપર બાંધકામ મળીને કુલ 23.50 લાખમાં સોદો નક્કી કર્યો હતો. ત્યારબાદ પાટીલ દંપત્તિએ ટુકડે ટુકડે 7.13 લાખ ચુકવી આપ્યા હતા. અને તેની ડાયરી બનાવી આપી હતી. બાદમાં દુબેએ લોન કરાવી આપવાનો હોવાથી પંજાબ નેશનલ બેંક સચિન જીઆઈડીસીમાં ખાતુ ખોલાવી આપ્યું હતું. અને તેના ચેકો પોતે લઈ ગયો હતો. પછી ઓગસ્ટ મહિનામાં લોન માટે સાટાખત કરવા બહુમાળી બોલાવ્યા હતા. ત્યાં વકીલ પાસે લઈ જઈ પ્લોટનું સાટાખત કરાવ્યું હતું. અને તેના આધારે અઠવાડિયા પછી પંજાબ નેશનલ બેંકમાંથી 15.61 લાખની લોન મંજુર થયાનું લોન લેક્શન લેટર આપ્યો હતો. ત્યારબાદ પ્લોટનો દસ્તાવેજ કરી આપવાનું કહેતા તેને 18 ઓગસ્ટે બહુમાળી ભવન ખાતે બોલાવ્યા હતા. જ્યાં આખો દિવસ બેસાડી રાખ્યા હતા. સર્વર ડાઉન ચાલે છે તેમ કહીને સમય પસાર કરી દસ્તાવેજ કરાવ્યો નહોતો. ત્યારપછી વારંવાર પ્લોટનો દસ્તાવેજ કરી આપવા માટે કહેતા દુબેએ સમય પસાર કર્યો હતો. અંતે દસ્તાવેજ નહીં કરી આપી અને લીધેલા 7.13 લાખ વ્યાજ સહિત 10.34 લાખ આપવાનું લખાણ કરાવ્યું હતું. અને તે પણ નહીં આપી છેતરપિંડી કરી હતી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીટરે પાટીલ દંપતીને લોનનો બોગસ લેટર પણ આપી દીધો હતો

એક વર્ષ પછી નવેમ્બર 2022 માં તેઓ ફરી પ્લોટ જોવા ગયા ત્યારે સૌરભ નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. આ સૌરભે તે પ્લોટ તેનો હોવાનું કહ્યું હતું. અને ક્રિષ્ના દુબે ફ્રોડ માણસ હોવાનું કહેતા દંપત્તિના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દુબેને ફોન કરતા તેણે સૌરભભાઈએ પ્લોટ વેચાણથી આપવાની વાત કરી પણ તેઓ ફરી ગયા છે તેમ કહ્યું હતું. અને તમારા રૂપિયા પરત આપી દઈશ તેવી વાત કરી હતી. દંપત્તિએ પંજાબ નેશનલ બેંકમાં જઈને તપાસ કરતા આવી કોઈ લોન થઈ નહોતી. લોનનું લેટર પણ બોગસ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here