Home SURAT વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ઘરેણાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ઘરેણાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

34
0

સુરતમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી સોનાના ઘરેણાં ચોરતી ટોળકીને ઉધના પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ આરોપીઓ પાસેથી 1.59 લાખની કિંમતના અલગ અલગ દાગીના કબ્જે કર્યા હતા. આ સાથે પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા.

આરોપીઓ પાસેથી 1.59 લાખની કિંમતના અલગ અલગ દાગીના કબ્જે કર્યા હતા

સુરતમાં ઉધના પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે, રસ્તા પર જતી વૃદ્ધ મહિલાઓને એકલતાનો લાભ લઇ તુમ રિક્ષા મેં બેઠ જાઓ યહાં પર ચોર હૈ તુમ્હે આગે ઉતાર દેતે હૈ તેવું જણાવી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડ્યા હતા. બાદમાં વૃદ્ધના સોનાના ઘરેણાં બેગમાં રાખવાનું જણાવી જે ઘરેણાં તેમજ રૂપિયાની ચોરી કરતી ટોળકી એક રિક્ષામાં માલ વેચવા માટે ઉધના ત્રણ રસ્તા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે 33 વર્ષીય અસ્પાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ, 22 વર્ષીય કરન રામદાસ બાગુલ અને 27 વર્ષિય નરગીશ ઇકબાલ વજીર શેખની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની કાનની કરનકુલ, તથા એક સોનાની ચેઇન મળી કુલ 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here