Home SURAT હજીરાના મોરાગામે એક કિમીના ઓરિયામાંથી પોલીસે 5 બોગસ તબીબ પકડી પાડ્યા

હજીરાના મોરાગામે એક કિમીના ઓરિયામાંથી પોલીસે 5 બોગસ તબીબ પકડી પાડ્યા

50
0
ક્રાંતિ સમય

હજીરાના મોરાગામે એક કિમીના ઓરિયામાંથી પોલીસે 5 બોગસ તબીબ પકડી પાડ્યા છે. સ્થાનિકોની ફરિયાદ હતી કે આ દુકાનોમાં ઊંટવૈદો વેપલો કરી રહ્યા છે, આથી પોલીસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે દરોડા પાડ્યા હતા, જેમાં એક ‘આયુર્વેદ કલિનિક’ નામે ચલાવતું હતું, જ્યારે બીજી દુકાન પર બંગાળી દવાખાના લખ્યું હતું. અન્ય 3 દુકાનોમાં તો એક બેડ-ટેબલ ગોઠવી આ ઠગો પ્રેક્ટિસ કરતા હતા. આવા દવાખાનામાં શ્રમિકો વધુ આવતા હોય છે. પોલીસે જાતે ફરિયાદી બની તમામ ઠગો સામે 2 ગુના દાખલ કરી ધરપકડ કરી છે. 5 પૈકી 4 ઠગ પશ્વિમબંગાળના છે. આરોપીઓ એકાદ વર્ષથી વેપલો કરી રહ્યા હતા.

લક્ષ્મણ પ્રફુલ સરકાર (44)(રહે, ચિત્રકૃટ સોસા., મૂળ પશ્વિમબંગાળ) ટેકરા પાસે મોટાવાડાની દુકાનમાં બોગસ સર્ટી આધારે ક્લિનિક ચલાવતો હતો. તેની પાસેથી બેચલર ઓફ ઈન્દો એલોપેથીક મેડીસીનનું સર્ટિફિકેટ મળ્યું હતું

કિશોર લક્ષ્મણ પટેલ (55)( રહે, બાપા સીતારામ સોસા, મોરાગામ) મોરા ટેકરા પાસે મોટાવાડાની દુકાનમાં બોગસ સર્ટિફિકેટના આધારે ક્લિનિક ચલાવતો હતો અને ડોક્ટરની કોઈ ડિગ્રી પણ ન હતી. તે માત્ર ધો.- 9 પાસ થયેલો છે.

ગોવિંદ પોભાત હાલદાર (33)(રહે,સ્ટાર કોલોની, મોરાગામ, મૂળ રહે, પશ્વિમબંગાળ) મોરાબજારમાં આવેલા દીપક કોમ્પલેક્સની દુકાનમાં આયુર્વેદિક ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો. ઘો-12 સુધીનો અભ્યાસ કરેલો છે. તેની પાસેથી ભારત સેવક સમાજનું સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે.

રમેશ નકુલ મંડલ (60) (રહે,કલક્તા ક્લિનિક નામના મેડિકલમાં, મોરાબજાર, મોરાગામ, મૂળ રહે, પશ્વિમબંગાળ) મોરા બજારમાં વેલ પ્રાઇમ હોસ્પિટલની નીચે દુકાનમાં દવાખાનું ચલાવતો હતો. ઘો-12 સુધી અભ્યાસ કરેલો છે. તેની પાસેથી પશ્વિમબંગાળનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસીનનું સર્ટિફિકેટ મળ્યું છે.

ધીમન અમુલ્લા બિસ્વાસ (44) (રહે, રૂચી ટાઉનશીપ, કવાસગામ, મૂળ રહે, પશ્વિમબંગાળ) રિલાયન્સ ગેટ નં-1ની સામે નિરાલી હોટેલની બાજુમાં દુકાનમાં ક્લિનિક ચલાવતો હતો. તે ઘો-12 સુધી ભણેલો છે. તેની પાસેથી પશ્વિમબંગાળનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસીન સર્ટિ. મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here