Home AHMEDABAD સચિન અનાજ કૌભાડ માં આખરે દિવાળીનાં વેકેશનમાં સરકારી અનાજની તસ્કરી બાબતે...

સચિન અનાજ કૌભાડ માં આખરે દિવાળીનાં વેકેશનમાં સરકારી અનાજની તસ્કરી બાબતે માં એફ.આઈ.આર. દર્જ

72
0

સચિન પોલીસ ૨૭-૧૦-૨૦૨૨ ના રોજે ટ્રકો ન ઝડપતે તો બની શકે. સમગ્ર મામલો રફેદફેની શક્યતા વધી જતે,

હવે પોલીસ અધિકારી શ્યામલ દેસાઈ પાસે તપાસ આવતા નવા નામ ખુલવાની શ્યકયતા વધી ગઈ..

ક્રાંતિ સમય-પ્રતિનિધિ, સચિન અનાજ ગોડાઉનમાં ચાલતા ચોરીનો આખરે પર્દાફાશ થયો અને મામલતદાર જીગનેશ પટેલ દ્વારા FRI થઇ. નામ વાળા તસ્કરોએ ગોડાઉનમાંથી આશરે 673 મેટ્રિક ટન અનાજ અને કઠોળ રૂપિયા ૧૩,૮૭૦૦૦/-નું અનાજ કાળાબજારમાં વેચવા બહાર કાઢ્યું હતું. તે કૌભાંડ સચિન પોલીસ દ્વારા બાતમીના આધારે યુદ્ધ ની ગતિએ ઝડપી પાડી કલેકટરશ્રીને જાણ કરી હતી, ત્યારે ખુદ કલેક્ટરશ્રી હરકતમાં આવતાં તેમના આદેશ બાદ,સ્થાનિક અને ગાંધીનગર ટીમ દ્વારા ૧૨ દિવસ ચકાસણી કરી ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરીને સસ્પેન્સ કરાયા અને આગળ તપાસ ચાલુ રાખી હતી.

સમગ્ર અહેવાલ સુપ્રત કર્યા બાદ ગત રોજ સચિન પોલીસ સ્ટેશને એફ.આર.આઈ. દાખલ થઈ છે. તંત્રની તપાસમાં નિર્દોષ ગરીબોનું અનાજ પડાવી લેનારા દાણચોરો સહિત અનેક લોકો કાયદાના દાયરામાં આવી ગયા છે. અને હજી દાખલ થયેલ નામની ઘરપકડ બાદ બીજા નામો પણ ખુલી શકે. હજી મુખ્ય સુત્રધાર કોણ તેની તપાસ રોકાઈ નથી. સચિન પોલીસ દ્વારા ગરીબોનું સગે વગે થતું ત્રણ ટ્રકોનો માલ તસ્કોરના હાથમાં જતા પહેલાજ ઝડપી પાડેલ જે ખરેખર પ્રસંશનીય બાબત છે. હજી તપાસમાં ઘણા ચેહરાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આમ તો કોમ્યુટર ઓપરેટર વગર ચલણ બનાવે કોણ? માટે ઓપરેટરની પણ ખાસ સંડોવણી હોઈ શકે? દિવાળીની રજાઓ દરમિયાન સુરતના સચિન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની તસ્કરીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે સચિન પોલીસે રંગે હાથે ૧૫૦૦ બોરી લઇ જતી, 3 ટ્રક ઝડપી પાડી હતી, આ ઘટના બાદ જિલ્લા મેજિસ્ટ્રેટ એક્શનમાં આવી ગયા હતા. અને તપાસના આદેશો જારી કર્યા હતા અને છેક ગાંધીનગરની ટીમ સચિન પહોંચી હતી અને સ્થાનિક ટીમ સાથે મળીને સતત 10 દિવસ સુધી સખત ઝીણવટ ભરી તપાસ કરી જેમાં લગભગ ૬૭૩.૫ મેટ્રિક ટન અનાજ તસ્કરો દ્વારા સચિન ગોડાઉનમાંથી સગે વગે કરી બારોબર વેચી દેવાયાની વાત બહાર આવી હતી.

જે રૂપિયા ૧૩,87000. નો દાણ થાય છે. પોલીસ દ્વારા આ પ્રકરણમાં હજી મુખ્ય વ્યક્તિઓની તપાસ રડાર પર છે. જેઓ દક્ષિણ ગુજરાતના વિવિધ સરકારી અનાજના ગોડાઉનોમાંથી દુકાનોમાં અનાજ લઈ જાય છે એ આધારે પણ અનેકોના નામ ખુલે તો નવાઈ નહિ. સમગ્ર ચેન સિસ્ટમના નામો ટૂંક સમયમાં બહાર આવી શકે . સૂત્રોના જણાવ્યા અનુસાર, વહીવટીતંત્રે તપાસ શરૂ કરી હતી જેમાં અંદાજિત 673 મેટ્રિક ટન અનાજ ગરીબોનો હિસ્સો આ તસ્કર ટોળકી દ્વારા લૂંટવામાં આવ્યો હતો. યાદ રહે જેને રંગે હાથે સચિન પોલીસે ઝડપ્યો હતો અને છેક ૧૨ દિવસ બાદ ગત રોજ પુરવઠા મામલતદાર જીગ્નેશ પટેલ દ્વારા FRI થઇ છે. સાથે મેં. સુરત કલેક્ટરશ્રી અને સચિન પોલીસ સ્ટેશનને રિપોર્ટ પણ સોંપ્યો છે, જેમાં સચિન ગોડાઉનમાં આવક-જાવક નો સ્ટોક કોણે અને કયા કયા સમયગાળા દરમિયાન અને ક્યારે અનાજ બહાર કરવામાં આવ્યું તેની સંપૂર્ણ વિગતો છે.

અહીં કોમ્યુટર ઓપરેટર ની ભૂમિકા તરફ પણ શંકા ની સોઈ ઉપજે છે. કેમ કે, જાણકારોની ચર્ચા દ્વારા જાણીએ આ કાળાબજારી વર્ષોથી થતી હશે. સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોઈ તો હશેજ ! આ બાબતે કોમ્પ્યુટર ઓપરેટરને તમામ ખ્યાલ હોઈ શકે? કેમ કે, ઓપરેટરને એન્ટ્રી માટે આદેશ આપનારા કોણ કોણ કોણ છે તે ઓપરેટર જાણતો જ હોય છે , બીજું ચર્ચા પ્રમાણે શું અહીં ઉચ્ચ કચેરીના આટલા મોટા સચિન ગોડાઉન પર એક પણ ઇન્સપેક્શન કે એ.જી.ના ઓડિટ થયાજ નહિ હોય? અને થયા હોય તો શું આટલા મોટા ગોડાઉન ની કોઈ કવેરી કે પેરો નિક્ળ્યોજ નહિ હોય? આવા પ્રશ્નો ના ખુલાશા માટે પોલીસ તંત્રે છેલ્લા ૨૦ વર્ષના ઇન્સ્પેક્શન અને ઓડિટ રિપોર્ટનો અભ્યાસ કરવો જરૂરી છે. જેનાથી અનેક ખુલાસાઓ કદાચ બહાર આવી શકે,

જે માટે સુચના અધિકાર અધિનયમ-૨૦૦૫ અન્તર્ગત વિભાગ તરફ થી માહિતી માંગવામાં આવેલ છે. પણ સમ્રગ ઘટનાક્રમ અને વિગતવાર માહિતી જો વિભાગ તરફ થી પૂરી પાડી દેવામાં આવે તો કેટલા રિટાયર્ડ થયેલ લોકો ના નામો પણ આ લીસ્ટ માં સામેલ થઈ શકે છે. તેવું માહિતી હ્વોવાથી સમગ્ર ઘટનાક્રમ ની જાણ તપાસ માં સામે આવે તેવું લાગી રહ્યા છે.

હવે સચિન પોલીસ દ્વારા આગળની જે કાર્યવાહી કરવામાં આવશે તેમાં ગરીબોનું અનાજ સગેવગે કરનાર તસ્કરો સામે કેવી અને કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે તેની રાશનધારકો રાહ જોઈ રહ્યા છે. હાલમાં થયેલ એફ આઈ આર પ્રમાણે

જે ઉપરોકત અનાજનો જથ્થો પકડાયો હતો તે બાદ સરકારી અનાજનો તે જથ્થો સરકાર હસ્તક સીઝડ કરી બિજો હુકમ ના થાય ત્યા સુધી એ અનાજનો જથ્થો બગડી જવા ન પામે એટલે દર માસે રોટેશન મુજબ બદલતા રહેવાની શરતે જીલ્લા પુરવઠા મામલતદાર શ્રી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લીમીટેડ સુરતને સુપ્રત કરવા હુક્મ કરવામાં આવેલ છે અને ટ્રકો પણ ત્યાં મુકવામાં આવેલ છે. આ ઈસમોએ ટ્રક સાથે રજુ કરેલ ચલણો બનાવટી હોવાનું માલુમ પડે છે. જેથી (૧) પ્રિતિબેન્ મનુભાઇ ચૌધરી (સચિન ગોડાઉન મેનેજર) (૨) મેહુલકુમાર ભગવતિલાલ શર્મા રહે-બી/૦૬ અનુપ પાર્ક સોસાયટી, ગાંધીરોડ, બારડોલી સુરત (એજંટ) અને (૩) સરજીતસિંહ તિલકરામ નહ્યાલ, રહે- ૩૧ બાલાજીનગર કડોદરા તા.પલસાણા જી.સુરત (ટ્રાંસપોર્ટર) તથા (૪) પ્રવિણ ખોઇવાલ મો.નં.૮૭૮૦૬૯૯૪૪૬ (દાણ સગેવગે કરનાર) તેમજ (૫) દિપેશ મહેશ પટેલ રહે – લાજપોર તા.ચોર્યાસી જી.સુરત તથા પોલીસ તપાસમા નિકળી આવે.

તેઓ તમામ વિગેરેનાઓ વિરૂધ્ધમાં આવશ્યક ચિજ વસ્તુ ધારા અધિનિયમ સને-૧૯૫૫ ની કલમ ૦૩ સાથે કલમ ૩૭ મુજબ તથા ઇ.પી.કો.કલમ ૪૦૬, ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૭૧:૧૧૪, ૧૨૦(બી) મુજબ ધોરણસર તપાસ થવા ફરિયાદ થઇ છે. જેથી સચિન પોલીસ મુખ્ય અધિકારી આર આર.દેસાઈ એ સ્વભાવે શાન્ત રહેતા પણ ખોટા કામો કરતા ગુન્હેગારો માટે જાબાંઝ પી એસ આઈ અધિકારી શ્યામલ દેસાઈને તપાસ સોંપતા હવે તસ્કરીમાં સામેલ અનેકોના નામ બહાર આવશે એવું રાશનધારકોનું માનવું છે.છતાં પોલીસ તપાસમાં શું? થઇ શકે તે જોવાનું રહયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here