19 વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો.
રત્નકલાકાર તરીકે નોકરી કરતા પોણા અઢાર વર્ષના તરુણને અગાઉ તેની જ સોસાયટીમાં રહેતી 19 વર્ષની યુવતીએ પ્રેમજાળમાં ફસાવી અવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાબાદ બે મહિના અગાઉ તેને લગ્નની લાલચ આપીને ‘હું કંઈ કરી લઈશ’ તેવી ધમકી આપી ભગાડી ગઈ હતી.

ફરી સામે આવી ‘છોટી સી લવ સ્ટોરી’
આ ઘટનાને લઈ સગીરના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગત 27 માર્ચ 2025ના રોજ જ્યારે મારા કામ પર માતાવાડી ખાતે હાજર હતો. મારી પત્ની સુનીતાનો મને ફોન આવ્યો હતો કે,“આપણો છોકરો સાઇરાજ બપોરના આશરે બારેક વાગ્યાથી ઘરેથી કોઇને કંઇ પણ જાણ કર્યા વગર તેનો મોબાઇલ ફોન ઘરે જ મુકીને ક્યાંક ચાલ્યો ગયો છે અને હજુ સુધી ઘરે પરત આવ્યો નથી.” ત્યારબાદ ઘરે આવીને આસપાસ તથા સગા સંબંધી ત્યાં પૂછપરછ અને શોધખોળ કરી હતી પરંતુ મળી ન આવતાં પોલીસે મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
વિગતો મુજબ યુવતી સગીરને ભગાડી ઉજ્જૈન લઇ ગઈ અને સગીર તેના ઘરેથી રૂ. 25 હજાર લઇ ભાગ્યો હોવાનું પણ ખૂલ્યું છે. આ સાથે બંને એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે. અને ઘરેથી ભાગી બંને 50 દિવસ સુધી બહાર રહ્યા હતા.સગીરના માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં 19 વર્ષીય યુવતી અને 17 વર્ષના સગીરને મહરાષ્ટ્રના જલગાંવથી ઝડપી પાડ્યા છે.