સુરત શહેરના સચિન સ્લમ બોર્ડ માં ભરબપોરે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલ બતાવી પોણા 3.76 લાખની લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ટોપી પહેરી આવેલો એક શખ્સ બેંકની અંદર ઘૂસ્યો હતો. જે ફરજ બજાવી રહેલા બે કર્મચારીઓને પિસ્તોલના બતાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. શહેરના સતત ધમધમતા સચિન વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે.


ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ મથકના અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સમગ્ર વિસ્તારને તપાસ કરી લેવાયો હતો અને આરોપીનું પગેરું શોધવા માટે તાત્કાલિક શહેરના વિવિધ વિસ્તારમાં નાકાબંધી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સમગ્ર ટીમે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.