Home SURAT ઉધનામાં મીરા નગર આરોગ્ય વિભાગની વૉર્ડ ઓફિસ પરિસરમાં જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યાં

ઉધનામાં મીરા નગર આરોગ્ય વિભાગની વૉર્ડ ઓફિસ પરિસરમાં જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યાં

39
0
ક્રાંતિ સમય

ઉધના ઝોન ઓફિસ નજીકની મીરા નગર વૉર્ડ ઓફિસના પરિસરમાં ગંદકી અને મચ્છરો હોવાના વિડીયો સાથે પાલિકાને ફરિયાદ કરાઇ હતી. સ્થાનિક રહેવાસી જીલરાજ પરમારે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, ઉધના ઝોન ઓફિસ નજીકના મીરા નગર વૉર્ડ નં-25Bની ઓફિસ જ્યાં છે તે પરિસરમાં પાલિકા સંચાલિત લાઇબ્રેરી પણ હોવાથી વિદ્યાર્થીઓ આવે છે. આ પરિસરમાં ઝોનની ડ્રેનેજ ઓફિસ, મલેરિયા-ફાયલેરિયા અને પાણી ખાતાની પણ ઓફિસ હોવા છતાં મેદાનમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલાતી નથી. માર્ગ પર ખાડાઓમાં ભરાઇ રહેતાં પાણીમાં હવે મચ્છરો થઇ રહ્યા છે ત્યાં સુધી સફાઇ કરવામાં આળસ કરાઇ રહી છે. ગંદકીનાં લીધે લાઇબ્રેરીમાં આવતાં વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સતત ફરિયાદ છતાં ખુદ પાલિકા પરિસરમાં સફાઇ કરાતી ન હોવા મામલે ખેદ વ્યક્ત કરાયો હતો. તેમણે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ઝડપથી સમસ્યા નિવારણની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here