Home SURAT સુરત જિલ્લામાં ચૂંટણીના પ્રચાર અર્થે ઉપયોગમાં લેવાતા વાહનો સંદર્ભે જાહેરનામુંઃ

સુરત જિલ્લામાં ચૂંટણીના પ્રચાર અર્થે ઉપયોગમાં લેવાતા વાહનો સંદર્ભે જાહેરનામુંઃ

65
0

સૂરતઃરવિવારઃ- વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા રાજકીય પક્ષો માટે ચુંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ સંદર્ભે નિયંત્રણો મુકયા છે.
જાહેરનામા અનુસાર પોલિસ કમિશનરશ્રીની હકુમત સિવાયના સમગ્ર જિલ્લાના વિસ્તારોમાં કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર ધ્વારા ચુંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે ચક્રીય/ત્રણ ચક્રીય/ચાર ચક્રીય વાહનોનો ઉપયોગ કરી શકાશે. સુરત ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તાઓ ઉપર દસથી વધુ વાહનોના કાફલામાં સાથે જઈ શકાશે નહી અને આવો કાફલો જો કોઈ કિસ્સામાં દસથી વધુ વાહનોનો હોય તો તેને દસ વાહનોથી વધુ ન થાય તે રીતે ભાગ પાડી અલગ કરવાના રહેશે. આવા ભાગ પાડેલા બે કાફલા વચ્ચે પણ ઓછામાં ઓછુ ર૦૦ મીટરનું અંતર રાખવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here