સુરતઃશનિવાર: ભારતના ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ના અનુલક્ષીને સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરએ એક જાહેરનામું પ્રસિધ્ધ કયુ છે. તે મુજબ સુરત પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષ અથવા વિધાનસભાની ચુંટણીના ઉમેદવાર દ્વારા અથવા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત દ્વારા રાજ્ય સરકાર, મહાનગર પાલિકા, નગરપાલિકાએ અથવા બોર્ડ, નિગમો, પંચાયતોના રસ્તાઓ, માર્ગો, મકાનો અથવા તેઓના હસ્તકની જગ્યાઓ ઉપર કોઇ પણ રાજકીય પક્ષ અથવા ચુંટણીના ઉમેદવાર દ્વારા સમાચાર, બોર્ડ અથવા જાહેર નોટીસ ન હોય એવા કોઇ પણ પ્રકારના કટ આઉટ જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મુકી શકશે નહીં. સાથે આ દિવાલો પર ચિત્રો દોરાવી શકશે નહીં કે કમાનો દરવાજા વિગેરે ઉભા કરી શકશે નહીં. કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત દ્વારા કોઈ પણ ખાનગી મિલકત ઉપર રાજકીય નેતાઓના કટઆઉટ, જાહેરાતના પાટિયા, બેનર્સ વગેરે તે જગ્યાના માલિકની પૂર્વ મંજુરી વગર મુકી શકાશે નહી. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે, જેથી આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.