તા.૫ થી ૧૪ નવેમ્બર સુધી (જાહેર રજા સિવાય) સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા વચ્ચે ઉમેદવારી પત્ર મેળવી તથા ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે
તા.૧૭ નવેમ્બરના રોજ બપોરે ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે
સુરતઃશનિવારઃ ગુજરાતની વિધાન સભા સામાન્ય ચુંટણી અંતર્ગત ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સીટી પ્રાંત, સીટી સબડીવીઝન, સુરતના ચૂંટણી અધિકારીશ્રી જી.વી.મિયાણીએ ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ માટે ચુંટણીઓના ફોર્મ બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જે મુજબ ચૂંટણી અધિકારી, ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સીટી પ્રાંત,સુરત ઠે.એ/3, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ, સુરત અથવા મદદનીશ ચુંટણી અધિકારી ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ અને અને મામલતદારશ્રી, પુણા,સુરત ઠે.ગ્રાઉન્ડ ફલોર,જુની કલેક્ટર કચેરી, બહુમાળી,નાનપુરા,સુરત સમક્ષતા ૦૫-૧૧-૨૦૨૨ થી તા.૧૪-૧૧-૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય ) સવારના ૧૧:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જેમા માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૧૫-૧૧-૨૦૨૨ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી ૧૬૨-કરંજ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સીટી પ્રાંત, સીટી સબડીવીઝન, સુરતના ઠે.એ/3, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ, સુરત ખાતે હાથ ધરવામાં આવશે.
તા.૧૭-૧૧-૨૦૨૨ના રોજ બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઈ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન તા.૦૧-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા વચ્ચે થશે. તેમ કરંજ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.